Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

રાત્રે સૂતા પહેલા પગના તળાની માલીશ કરવાથી આ બિમારીઓથી મળે છે છૂટકારો

ઘણા લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન રહે છે. યોગ્ય સમયે ઊંઘ ન આવવાને કારણે સવારે ઊંઘ ખુલતી પણ નથી. આ સમસ્યાને દૂર કરવા માટેનો ઉપાય છે તળિયાઓની માલિશ કરવી. જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે, સાથે સાથે આંખોની દ્રષ્ટિ પણ સારી થાય છે અને ગેસ, ઓડકાર, કબજિયાતથી પણ રાહત મળે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Massage the soles
Massage the soles

ઘણા લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન રહે છે. યોગ્ય સમયે ઊંઘ ન આવવાને કારણે સવારે ઊંઘ ખુલતી પણ નથી. આ સમસ્યાને દૂર કરવા માટેનો ઉપાય છે તળિયાઓની માલિશ કરવી. જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે, સાથે સાથે આંખોની દ્રષ્ટિ પણ સારી થાય છે અને ગેસ, ઓડકાર, કબજિયાતથી પણ રાહત મળે છે. તળિયાની માલિશ કરવાથી ચહેરા પર પણ ચમક આવે છે. તો ચાલો જાણીએ તળિયાની માલિશ કરવાના ફાયદાઓ

ઊંઘ માટે

  • જ્યારે તમે રાત્રે ઊંઘતા પહેલા સરસવનું તેલ લઈને તેનાથી પગના તળિયાની સારી રીતે માલિશ કરો. તેના કારણે પગના નર્વ્ઝ રિલેક્સ થઇ જાય છે.
  • અંગૂઠા, આંગળીઓ પર તેલ લગાવો અને તેને હળવેથી દબાવો, પછી આંગળીઓની નીચે ગોળ ગોળ ફેરવતા મસાજ કરો.
  • તમારી આંગળીઓથી થોડું દબાવીને મધ્ય ભાગની માલિશ કરો. આ રીતે મસાજ પૂર્ણ કરો.
  • 5-10 મિનિટનો મસાજ તમામ થાક દૂર કરશે અને તમને આરામદાયક ઊંઘ મળશે.
  • તમે સવારે ખૂબ જ તાજગી અનુભવશો.
  • તમે મસાજ માટે સરસવ અથવા નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.

ડિપ્રેશનથી છુટકારો

  • જે લોકોને તણાવ, ડિપ્રેશન જેવી સમસ્યાઓ હોય તેમણે પણ પગના તળિયાને તેલથી માલિશ કરવી જોઈએ.
  • પગ અને હાથ પર તેલની માલિશ કરવાથી થાક જ નહીં પણ ટેન્શન પણ દૂર થાય છે.
  • દિવસમાં બે વખત 3-4 મિનિટ માટે માલિશ કરવાથી ઘણી રાહત મળશે.
  • તમે શારીરિક અને માનસિક રીતે હળવાશ અનુભવશો.

પગમાં રક્ત પરિભ્રમણ વધશે

  • આખો દિવસ, તમે ઉભા રહીને અથવા સતત બેસીને કામ કરો છો અને પગરખાં પહેરો છો, પગ મુક્તપણે શ્વાસ લેવામાં સક્ષમ નથી, જેના કારણે પગમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. તો આ માટે રાત્રે તેલથી પગની માલિશ કરવી જરૂરી છે.
  • શરીરમાં લોહીનું યોગ્ય પરિભ્રમણ પણ ઘણી સમસ્યાઓ દૂર કરે છે. તે પગની ત્વચાને કોમળ પણ રાખે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More