Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Lemon Pickle Recipe: લીંબુનું અથાણું હોય છે આરોગ્યથી ભરપૂર, અહીં જાણો બનાવવાની રીત

તમે બધા જાણો જ છો કે આપણા દેશમાં જાત જાતના અથાણા ખવાતા હોય છે. આજે આપણે વાત કરી રહ્યા છે લીંબુના અથાણાની, એક સમય હતો જ્યારે નાની અને દાદી ઘણા દિવસો સુધી મહેનત કર્યા પછી અથાણું નાખતા હતા અને તે પછી અથાણું પાકવામાં ઘણા દિવસો લાગી જતા હતા.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

તમે બધા જાણો જ છો કે આપણા દેશમાં જાત જાતના અથાણા ખવાતા હોય છે. આજે આપણે વાત કરી રહ્યા છે લીંબુના અથાણાની, એક સમય હતો જ્યારે નાની અને દાદી ઘણા દિવસો સુધી મહેનત કર્યા પછી અથાણું નાખતા હતા અને તે પછી અથાણું પાકવામાં ઘણા દિવસો લાગી જતા હતા. એ અથાણાનો સ્વાદ કંઈક અલગ જ હતો. પણ હવે સમય ઈન્સ્ટન્ટ વસ્તુઓનો ચાલી છે, તેથી જો તમે પણ ઝડપથી અથાણું બનાવવા માંગતા હોવ તો આ રહી સરળ રેસીપી.

lemon pickle
lemon pickle

ઓછા સમયમાં તૈયાર થશે અથાણુ

લીંબુનું અથાણું ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ તે ખાવાનો સ્વાદ વધારવામાં પણ વધુ કારગર છે. જો પરાઠા સાથે ખાવામાં આવે તો આ અથાણું તેનો સ્વાદ બમણો કરી દે છે. અને જો ખીચડી સાથે ખાવામાં આવે તો તેનો સ્વાદ વધી જાય છે. એક સમય હતો જ્યારે નાની અને દાદી ઘણા દિવસો સુધી મહેનત કર્યા પછી અથાણું નાખતા હતા અને તે પછી અથાણું પાકવામાં ઘણા દિવસો થઈ જતા  હતા. એ અથાણાનો સ્વાદ ખાસ હતો. પરંતુ હવે જમાનો ઈન્ટન્ટનો છે. કારણ કે, હવે કંઈપણ વસ્તુ તૈયાર કરવા માટે એટલો સમય પણ નથી લાગતો. તમે ઓછા સમયમાં પણ લીંબુના અથાણાનો એજ સ્વાદ મેળવી શકો છો. આ માટે તમારે માત્ર એક એવી રેસિપીને અનુસરવુ પડશે જે મિનિટોમાં અથાણું તૈયાર કરી શકે છે. અહીં અમે લીંબુના અથાણાની આવી જ એક રેસિપી વિશે વાત કરી રહ્યા છીએ, જેની મદદથી તમે માત્ર અડધા કલાકમાં સ્વાદિષ્ટ અથાણું તૈયાર કરી શકો છો.

સામગ્રી-

  • લીંબુ
  • કાળું મીઠું
  • સાદું મીઠું
  • કાળા મરી
  • જીરું
  • રાઈ
  • સરસવનું તેલ

ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસીપી

  • સૌથી પહેલા તમારે બધા લીંબુને સારી રીતે ધોઈ લેવાના છે. લીંબુનું અથાણું તેની છાલ સાથે ખાવામાં આવે છે, જે થોડું કડવું હોઈ શકે છે. તેની કડવાશ દૂર કરવા માટે બધા લીંબુને એક પછી એક કોબ પર ઘસો. આમ કરવાથી લીંબુની કઠોરતા ખતમ થઈ જશે.
  • ત્યારબાદ, તમારે બધા લીંબુની મધ્યમાં એક ચીરો બનાવવાનો છે. કાપેલા લીંબુને મીઠાના પાણીમાં નાખીને ઉકાળો. લીંબુને એ હદે ઉકાળો કે તે સહેજ નરમ થઈ જાય.
  • આ પછી, બધા લીંબુને ચાળણી પર લો અને તેને સૂકવવા માટે રાખો. લીંબુ ત્યાં સુધી સુકવવાના છે જ્યા સુધી તેનુ પાણી પુરુ ખતમ ન થાય.
  • સૂકા લીંબુમાં કાળું મીઠું, સાદું મીઠું અને પીસેલા કાળા મરી ઉમેરો.
  • જીરું શેકીને પીસી લો. આ પાવડરને અન્ય વસ્તુઓ સાથે પણ મિક્સ કરો.
  • રઈના દાણાને શેકી લો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીસીને મિક્સ કરો.
  • હવે અથાણું લગભગ તૈયાર છે. તમારે તમારા સ્વાદ અનુસાર તમામ ઘટકોને મિશ્રિત કરવાની જરૂર છે. સરસવનું તેલ ગરમ કરી તેમાં ઉમેરો. ફરી એકવાર બધી વસ્તુઓ મિક્સ કરો.
  • અથાણું તૈયાર છે. તેલ ઠંડુ થાય એટલે તેને એરટાઈટ જારમાં ભરીને સ્ટોર કરો. આ અથાણાંને ફ્રીજમાં જ રાખો. જો પાણી ન લાગે તો અથાણું આખા મહિના સુધી વાપરી શકાય છે.

આ પણ વાંચો:શિયાળામાં આમળાના મુરબ્બાનુ કરો સેવન, રોગપ્રતિકારક શક્તિમાં થશે વધારો, જાણો બનાવવાની રીત

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More