Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આમળા સ્કીન અને વાળ માટે કેટલા ગુણકારી છે જાણો આ લેખમાં

મોટે ભાગે શિયાળાની ઋતુમાં વાળમાં ખોડો થવો, વાળ ખરવા વગેરે જેવી સમસ્યા થયા કરે છે. આ સમસ્યામાં રાહત મેળવવા માટે લોકો બજારમાં મળતાં વિવિધ પ્રકારના તેલ વાળમાં લગાવે છે. પણ ઘરે તૈયાર કરેલું આમળાનું તેલ વાળમાં લગાવવા જેવું છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Amla
Amla

મોટે ભાગે શિયાળાની ઋતુમાં વાળમાં ખોડો થવો, વાળ ખરવા વગેરે જેવી સમસ્યા થયા કરે છે. આ સમસ્યામાં રાહત મેળવવા માટે લોકો બજારમાં મળતાં વિવિધ પ્રકારના તેલ વાળમાં લગાવે છે. પણ ઘરે તૈયાર કરેલું આમળાનું તેલ વાળમાં લગાવવા જેવું છે.

આમળાનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક

આમળાનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા ખાવાની સાથે સાથે બોડી પર લગાવવાથી ફાયદો આપે છે. એમાં રહેલ કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, મેગ્નેશિયમ, આયરન, વિટામીન સી વગેરે તમારી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને એમાં મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. ચહેરા પર થતા પિંપલ્સથી લઇને રિંકલ્સ સુધી આમળાનો ઉપયોગ ખૂબ જ ફાયદો આપે છે.

વાળ માટે છે ઉપયોગી

  • વાળમાં આમળાનો રસ લગાવવાથી એને પોષણ મળે છે, જેનાથી તમારા વાળ નેચરલ રીતે મજબૂત થાય છે.
  • મજબૂતીની સાથે સાથે આ વાળને ખોડો, ખણ, ઉંમર પહેલા સફેદી જેવી પરેશાનીઓથી બચાવીને રાખે છે.
  • વાળ માટે આમળાનો પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન શિકાકાઇ, 1 ચમચી અરીઠા, 1 ચમચી એલોવેરા જેલ અને મુલ્તાની માટી નાંખો.
  • હવે એમાં થોડો આમળાનો રસ નાંખીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
  • તૈયાર હેર માસ્કને સ્કાલ્પથી સતત એક કલાક માટે મૂકી રાખો.
  • આ પેક વાળને સિલ્કી, સૉફ્ટ કરવાની સાથે સાથે કાળા અને ગાઢ કરવામાં મદદ કરશે.
Amla
Amla

સ્કીન માટે આમળાનો રસ ફાયદાકારક

  • આમળાનો રસ સ્કીન પર લગાવવાથી તમને ખૂબ જ ફાયદો મળે છે.
  • આ તમારી ડેડ સ્કીન સેલ્સને સાફ કરીને નવી સ્કીન લાવવામાં મદદ કરે છે.
  • આમળાનો ઉપયોગ ચહેરા પર કરવા માટે સૌથી પહેલા એક વાટકીમાં 2 ટેબલસ્પૂન આમળાનો રસ અને એલોવેરા જેલ લઇ લો.
  • બંનેને યોગ્ય રીતે મિક્સ કરો.
  • તૈયાર પેસ્ટને ચહેરા અને ગરદન પર 15-20 મીનિટ સુધી લગાવો.
  • લગાવ્યા બાદ નવશેકા પાણીથી ચહેરાને ધોઇ નાંખો.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More