Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

તમાલપત્રના સેવનથી થનારા ફાયદા વિશે જાણો, અનેક બિમારીનો કરી દેશે ખાતમો

આજે તમને ઔષધિય મસાલા તરીકે તમાલપત્રના ગુણધર્મો અને તેના ફાયદા વિશે જણાવીશું. તમાલપત્રમાં ઘણા બધા ઔષધિય ગુણધર્મો રહેલ છે તો ચાલો જાણીએ તમાલપત્રના ફાયદા અને ગુણધર્મો વિશે.

Sukhadev Thakor
Sukhadev Thakor

ભારતના મરી મસાલા પૂરી દુનિયામાં વખણાય છે. આયુર્વેદિક દ્રષ્ટીએ ઘણા ખરા મસાલામાં શરીરમાં ઔષધીય ગુણ રહેલા છે અને ભારતમાં તો તમામ લોકો મરી મસાલાનો ભરપૂર  ઉપયોગ કરે છે. આજે તમને ઔષધિય મસાલા તરીકે તમાલપત્રના ગુણધર્મો અને તેના ફાયદા વિશે જણાવીશું. તમાલપત્રમાં ઘણા બધા ઔષધિય ગુણધર્મો રહેલ છે તો ચાલો જાણીએ તમાલપત્રના ફાયદા અને ગુણધર્મો વિશે.

તમાલપત્રના ગુણધર્મો અને લાભ

  1. જો તમાલપત્રના સ્વાદની વાત કરીએ તો તેનો સ્વાદ કડવો હોય છે એને સુંગંધ સામાન્ય હોય છે. તમાલપત્રના પાનમાં તો ભરપૂર ઔષધિય ગુણધર્મો રહેલા છે તેના શિવાય તમાલપત્રના બીજા કેટલાક અન્ય ભાગોમાં પણ ઔષધિય ગુણધર્મો રહેલ છે.
  2. તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો રહેલ છે. જેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા પુષ્કળ પોષક તત્વો મળે છે.
  3. તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.
  4. તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.
  5. કહેવામાં આવે છે કે, તમાલપત્રથી મગજ તેજ રહે છે અને યાદશક્તિ વધે છે. તમાલપત્રનો ભોજનમાં દરરોજ ઉપયોગ કરવો જોઇએ.
  1. તમાલપત્ર ખાવાથી અલ્ઝાઇમર જેવી મગજથી જોડાયેલી બિમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે.
  2. જો તમને શાકમાં કે દાળમાં તમાલપત્ર ન ભાવતા હોય ચા મા નાખીને પણ તેનું સેવન કરી શકો છો. ચા બનાવીને પીવાથી શરીર માટે ફાયદાકારક નિવડે છે. 1 કપ પાણીમાં 3 તમાલપત્ર નાંખી થોડું ઉકાળી પાણી ગાળી લો પછી તેમાં 1 લીંબનો રસ મિક્સ કરીને પી લો. આ ચા પીવાથી તમને રિલેક્સ ફીલ થશે અને પાચનની ક્રિયામાં સુધારો આવશે.
  3. તમાલપત્રના સેવનથી શરીરમાંથી બેડ કોસેસ્ટ્રોલને દૂર કરે છે જેને લઈને હાર્ટ તંદુરસ્ત રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ મસાલો ઔષધી સમાન કામ કરે છે.
  4. તમાલપત્રને સળગાવી રૂમમાં ધૂમાડો કરવાથી માખી, મચ્છર અને જીવડાઓ આવતા નથી.

Related Topics

HEALTH BENEFITS BAY LEAF USES

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More