આજના આ યુકમાં છોકરી પોતાના ચહેરાને લઈને વધારે જ કાળજી રાખતી હોય છે. મોટા ભાગની છોકરીઓ પોતાના ફેસ પર ગ્લો લાવવા માટે મેકઅપ લગાવતી હોય છે. કેટલીક છોકરીઓ સુંગાર કરતી હોય છે. આજે એવી કોઈ છોકરી નહી હોય કે જેને મેકઅપ ન કરતી હોય અને નવી નવી ફેસન ન કરતી હોય મેકઅપ લગાવવો અને ફેસન કરવી આ બન્ને બાબતો છોકરીઓ માટે સૌથી વધુ ફેવરીટ હોય છે.
મેકઅપ અને સ્ટાઈલ કરવી એ દરેક છોકરીને પ્રિય છે
તમામ છોકરીઓને મેકઅપ લગાવવાનો ખુબજ હોય છે સો માંથી એકાદ એવી છોકરી હશે કે જે મેકઅપ નહીં લગાવતી હોય પરંતુ તે સામાન્ય શ્રૃંગાર તો કરી જ લે છે. ફેસન પાછળ છોકરીઓ પાગલ બની જાય છે અને ફેસન કરવી સ્ટાઈલ મારવી એ છોકરીઓ માટે અતિ પ્રિય છે. મેક્પ લગાવવાથી તમારા ચહેરા પર લાઈટ તો આવી જશે પરંતુ આપને જણાવી દઈયે કે મેકઅપના ઘણા બધા સાઈડ ઈફેક્ટ પણ છે. જ્યારે ચહેરા પર મેકઅપ લગાવવામાં આવે છે ત્યારે ત્વચામાં જ હવાનું અવર જવર થવાની પ્રક્રિયા હોય છે તે બંધ થઈ જાય છે અને તેના કારણે ચહેરા પર પિમ્પલ્સ નિકળી આવે છે જેના કારણે તમારી ત્વચા ખરાબ થઈ શકે છે. પરંતુ તેનો મતલબ એવો બિલકુલ નથી કે તમે મેકઅપ કરવાનું છોડી દો. મેકઅપ જરૂરથી કરો પણ તેની સાથે જોડાયેલી અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખો જેથી સ્કીનમાં કોઈ સમસ્યા ન સર્જાય.
સ્કીન પર સીધો મેકઅપ લગાવો
મેકઅપ પ્રોડક્સ અને પોતાની સ્કીન વચ્ચે એક સુરક્ષા પડનું હોવું ખૂબ જ જરૂરી છે. તે માટે મેકઅપ કરતાં પહેલાં સ્કીન પહેલાં પ્રાઈમર જરૂર લગાવો. પ્રાઈમર પ્રોડક્ટ અને સ્કીન વચ્ચે એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે. જેનાથી તમારી સ્કીન સાથે મેકઅપનો સીધો સંપર્ક થયો નથી.
મેકઅપ હટાવવાની સાચી રીત
મેકઅપ હટાવતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમને મેકઅપ હટાવતી વખતે સખ્તી ન કરો. તેના માટે મેસેલર વોટર અથવા મેકઅપ રિમૂવર ક્રીમનો ઉપયોગ કરો. જેનાથી મેકઅપ સ્કીનને નુકસાન ન પહોંચાડે.
મેકઅપ લગાવીને ક્યારેય ન સુવો
મેકઅપ હટાવ્યા વિના સુવાની ભૂલ ક્યારેય ન કરો. મેકઅપને હટાવો, તે પછી ચહેરાને બે વખત ફેશવોસથી ધોવો. તે બાદ ટોનર, મોઈશ્ચુરાઈઝર અને નાઈટ ક્રિમ લગાવીને સુવો.
મોઈશ્ચુરાઈઝર કરવું ખૂબ જરૂરી
જો તમે રોજ મેકઅપનો ઉપયોગ કરો છો તો પ્રોડક્ટમાં રહેલા કેમિકલ તમારી સ્કીનને ડ્રાઈ અને બેજાન બનાવી દે છે. તેનાથી બચવા માટે જરૂરી છે મેકઅપ કાઢ્યા બાદ સ્કીન પર મોઈશ્ચુરાઈઝર કરવું.
મેકઅપ બ્રશને સાફ રાખો
મેકઅપ બ્રશને સમય-સમય પર ધોઈને સાફ રાખવું ખૂબ જરૂરી છે. બ્રશ ન ધોવાથી તેના પર મેકઅપ લગાવવાથી ઈન્ફેક્શન થઈ શકે છે. એટલા માટે બ્રશને નિયમિત રૂપે સાફ કરવું જરૂરી છે.
Share your comments