તમે બધા જાણો છો કે છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે અને ચોમાસા દરમિયાન અવારનવાર રોગચાળો ફાટી નિકળતો હોય છે અને આ રોગચાળાનો સિકાર બાળકો વધારે બનતા હોય છે. સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, વાયરલ ફીવર, શરદી અને ફ્લૂ જેવા ઘણા રોગો વધવા લાગે છે. આ રોગો ફક્ત પુખ્ત વયના લોકો માટે જ નહીં, પણ બાળકો માટે પણ જોખમ છે. તેથી જ આ મોસમમાં બાળકોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે.
આરોગ્ય નિષ્ણાત કહેવા પ્રમાણે
- વરસાદની ઋતુમાં બાળકોના સ્વાસ્થ્યને સારું રાખવા માટે તેમનું આ ઋતુ દરમિયાન તૈલીય અને જંક ફૂડ ન ખવડાવવા
- આ ઋતુ દરમિયાન બાળકોને ઘરે બનાવેલ તાજુ અને સ્વચ્છ ભોજન જ ખાવા આપો
- આહારમાં તાજી અને તંદુરસ્ત વસ્તુ વાપરો.
આ ઉપરાં સ્વાસ્થને લઈને કેટલીક નવી પદ્ધતિ અપનાવી શકો છો તેમાથી કેટલીક પદ્ધતિઓ વિશે આજે તમને જણાવીશુ તો આવો જાણીએ કે કેવી રીતે આપણે આપણા બાળકનું આ ઋતુ દરમિયાન ઘરેલુ ઉપચાર થકી સ્વાસ્થ થકી કાળજી રાખવાની જરૂર છે અને આ ઋતુ દરમિયાન થતા રોગોથી કઈ રીતે આપણે બચી શકીયે છીએ.
યોગ્ય કપડાં પહેરાવો
વરસાદની ઋતુમાં તાપમાનમાં પલટો આવે છે. આ સાથે મચ્છરોનો આતંક પણ વધે છે. આવી સ્થિતિમાં, બાળકોને એવા કપડા પહેરવો કે તેના હાથ અને પગ પણ સંપૂર્ણ રીતે ઢંકાયેલા હોય. આ સીઝનમાં બાળકોને હળવા એટલે કે સુતરાઉ કપડા પહેરાવો અને જેમ જેમ તાપમાનમાં બદલાવ આવે છે તેમ તેમ તાપમાન અનુરૂપ કપડા પહેરાવવાની પદ્ધતિ બદલતા રહો.
મચ્છરોથી બચાવો
વરસાદની ઋતુમાં બાળકોને મચ્છરના રોગચાળાથી બચાવવા માટે ઓરડામાં મોસ્કયુટો લિક્વિડનો ઉપયોગ ચાલુ રાખો. મચ્છરોને દૂર રાખવા માટે તમે ઘરે મચ્છર ભગાડતાં છોડ રોપણી કરી શકો છો. ઘરમાં લીમડાના પાનનો ધુમાડો કરી શકો છો સૂવા સમયે બાળકોને મચ્છરદાનીમાં સૂવડાવો.
સ્નાન કરાવવુ
કેટલાક લોકો માને છે કે બાળકોને ચોમાસામાં વધાર સ્નાન ન કરાવવું જોઈએ પરંતુ આપને જણાવી દઈએ કે એ વાત તદ્દન ખોટી છે ઉપરથી ચોમાસાની ઋતુ દરમિયાન બાળકોને દરરોજ નહડાવવા જોઈએ કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન ચામડીના રોગો પણ વધારે થતા હોય છે જેવા કે શરીર પર ફોળકી થવી, ગુમડા થવા વગેરે વગેરે... આ રોગોથી બચાવવા બાળકોને ઋતુ દરમિયાન દરરરોજ નવડાવવા જોઈએ દરરોજ ન્હાવાથી ચામડી જન્ય રોગોથી છૂટકારો મેળવી શકાય છે શરીર પર ચોંટી રહેલા સૂક્ષ્મ કીટાણુઓ દૂર થાય છે અને ચામડી જન્ય રોગોથી બચી શકાય છે.નહા્યા પછી બાળકની માલીશ કરવી જોઈએ અને બાળકોને નહાવા માટે, તાપમાન પ્રમાણે ઠંડા અથવા ગરમ પાણીનો ઉપયોગ કરો.
સ્વસ્થ આહાર
બાળકોને વરસાદની ઋતુમાં રોગોથી બચાવવા માટે , તેમની ઇમ્યુનીટી મજબૂત રહેવી મહત્વપૂર્ણ છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. આ માટે, તમારે બાળકોને જંક ફૂડ ખાવાનું બંધ કરવું જોઈએ અને તેના ખોરાકમાં ફળો, કઠોળ અને લીલા શાકભાજી ખવડાવવા જોઈએ આવો આહાર આપવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બાળકોને થતા રોગો સામે રક્ષણ મળી રહે છે.
Share your comments