ફેફસાને મજબૂત રાખવા માટે વ્યસન છોડી દેવા જોઈએ. જેમ કે તમાકુ, ગુટકા, માવો, દારૂ અને સિગરેટ જેવી આદતો છોડી દેવી જોઈએ. અને આપણા આહારમાં જરૂરી પોષક તત્વો સામેલ કરવા જોઈએ. જેથી ફેફસા મજબુત બને અને શરીરને જરૂરી ઓક્સિજન મળી શકે. કોરોના કાળમા ફેફસાને મજબૂત રાખવા ખુબ જ જરૂરી છે. શરીરમાં ફેફસાએ મહત્વનું અંગ છે. કારણ કે તે શરીરમાં ઓક્સિજન સારી પહોંચાડે છે. આવી સ્થિતિમાં ફેફસાની જરૂરી કાળજી રાખવી ખુબ અગત્યની છે.
વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી આપણા યકૃત અને ફેફસાં બગડે છે. જો તમે ફેફસાના રોગથી પીડાતા હો તો આલ્કોહોલનું સેવન ઓછું કરવું વધુ સારું છે. બીજી બાજુ વાઇન ફેફસા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ફેફસા મજબુત રાખવા આ વસ્તુનું સેવન કરવાનું ટાળો
- વધુ માત્રામાં ખાંડ ન લેવી.
- વિવિધ પ્રકારના સોફ્ટ ડ્રિંક્સનું સેવન છોડી દો.
- જો તમે મીઠાનું સેવન વધુ કરો છો, તો તે તમારા ફેફસા માટે જોખમી બની શકે છે.
- દિવસમાં 1500થી 2300 મિલીગ્રામ મીઠું ખાવું જોઈએ.
- કોબી, બ્રોકલી વગેરેનું વધુ સેવન ન કરવું જોઈએ
- તળેલા ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે.
જો તમારે ફેફસા સ્ટ્રોંગ બનાવવા હોય તો ભૂલથી પણ આ વસ્તુઓનુ સેવન ન કરતો નહીંતર તે ફેફસાને નુકસાન પહોંચાડશે.
Share your comments