જાણકારી ન હોવાના કારણે આપણે એવી ભુલો કરી બેસીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કારક હોય છે.
જો તમે સ્વસ્થ્ય રહેવા માટે હેલ્ધી ભોજન અને નિયમિત વ્યાયામ કરો છો અને સારા સ્વાસ્થ્ય માટે દરેક પ્રયત્નો કરો છો પરંતુ જો તમે ભોજન લેતી વખતે અમુક બેસિક ભૂલો કરો છો તો તમારી દરેક મહેનત બરબાદ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર ભોજન વખતે અમુક ભુલોના કારણે જ લોકો હેલ્દી લાઈફ લીડ નથી કરી શકતા.
એક જ ભોજનને વારંવાર ખાવું
જો તમે વારંવાર એક જ પ્રકારનું ભોજન લઈ રહ્યા છો તો શરીરને અન્ય પોષક તત્વોની કમી થઈ શકે છે. ભોજનમાં વેરાયટી ફૂટને શામેલ કરવું ખૂબ જરૂરી છે.
દૂધની સાથે ફળનું સેવન
દૂધની સાથે ફળ પણ ન ખાવા જોઈએ. દૂધમાં ફળ મિક્ષ કરીને ખાવાથી દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એક્ઝાઈમને ખોઈ બેસે છે. તેનાથી શરીરને કોઈ ફાયદો નથી મળી શકતો.
દૂધ અને નોનવેજનું સાથે સેવન
જો તમે ઈંડા, મીટ ખાધા બાદ દૂધનું સેવન કરી રહ્યા છો તો તમારા પેટમાં દર્દ, ઈનડાઈજેશન વગેરેની સમસ્યા થઈ શકે છે.
દહીં અને ડુંગળી એક સાથે
દહીંની સાથે ડુંગળીનું કોમ્બિનેશન તમને ઘણી સમસ્યાઓમાં મુકી શકે છે. જો તમે એવું ભોજન કરો છો તો સ્કિન ડિઝીઝ જેવા કે દાદ, ખાજ, ખુજલી, એગ્ઝિમા, સોરાઈસિસ અને ત્વચા અને પેટ સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
અડદની દાળની સાથે દૂધનું સેવન
જો તને અડદની દાળ ખાધી છે અને તેના તરત બાદ દૂધ ન પીવું જોઈએ. અળદની દાળ ખાધા બાદ દૂધ પીએ તો પાચન કરવામાં તકલિફ પડે છે
ભિંડા સાથે કારેલા
ઘણા લોકો ભિંડાની સાથે કારેલા ખાવાનું પસંદ કરે છે પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે ભિંડા અને કારેલાને ક્યારેય સાથે ન ખાવા જોઈએ. આયુર્વેદ અનુસાર જો ભિંડા અને કારેલાનું એક સાથે સેવન કરવામાં આવે તો તે ઝેરનું કામ કરે છે.
Share your comments