સારી ઊંઘ આપણને ફ્રેશ રાખવામાં મદદ કરે છે પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે. પરંતુ, આજના સમયમાં તે એક સામાન્ય બાબત બની ગઈ છે કે લોકોની ઊંઘવાની દિનચર્યા બદલી રહ્યા છે.
વધુ પડતી ઊંઘ પણ શરીર માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. નિષ્ણાતો માને છે કે દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે દરરોજ 8 કલાકની ઊંઘની જરૂર છે. પરંતુ, વધારે પડતું ઊંઘવું પણ શરીર માટે ખૂબ જ હાનિકારક છે.
વધુ ઊંઘવાથી થતા નુકશાન વિશે જાણો
ડિપ્રેશનના શિકાર થવું
- વધુ પડતી ઊંઘ લેવાથી ડિપ્રેશન પણ થઈ શકે છે.
- ડિપ્રેશન સામાન્ય રીતે 30 થી 40 વર્ષની વચ્ચે થાય છે અને વધુ પડતી ઊંઘને કારણે પણ થઇ શકે છે. તેથી વધારે ઊંઘવાનું ટાળો અને જાતને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરો.
થાક લાગવો
- લાંબા સમય સુધી ઊંઘવાથી વ્યક્તિ થાક અનુભવી શકે છે.
- તમને આખો સમય સૂવાનું મન થશે અને તેના કારણે તમે થાક અનુભવશો.
- આ શારીરિક ક્લોક બગાડીને ઊંઘવાની અને જાગવાની બાયોલોજીકલ ક્લોકને ખરાબ કરી દે છે.
પીઠનો દુઃખાવો
- વધુ પડતી ઊંઘ પીઠનો દુઃખાવો પણ કરી શકે છે.
- લાંબા સમય સુધી સૂવાથી પીઠના સ્નાયુઓ પર દબાણ વધે છે.
- લાંબા સમય સુધી ખોટી સ્થિતિમાં સૂવાથી પીઠના દુઃખાવાની સમસ્યા વધી શકે છે.
- લાંબા સમય સુધી એક સ્થિતિમાં સૂવું નુકસાનકારક હોઈ શકે છે.
માથાનો દુઃખાવો રહેવો
- વધારે પડતું ઊંઘવાથી વ્યક્તિ પર ખૂબ ખરાબ અસર પડે છે.
- 7 થી 8 કલાકથી વધારે ઊંઘીએ છીએ ત્યારે આપણને વારંવાર માથાનો દુઃખાવો થાય છે.
- લાંબા સમય સુધી ઊંઘ લેવાને કારણે ભૂખ અને તરસ પણ લાગે છે. તેથી 8 કલાકથી વધુ ઊંઘ ન લેવાનો પ્રયાસ કરો.
Share your comments