દાંતને લગતો દુઃખાવો ખૂબ જ પીડાદાયક હોય છે. તેના મુખ્ય કારણોમાં દાંતોમાં સડો (કૈવિડી), સંક્રમણ, તૂટેલો દાંત, પેઢાને લગતી બીમારી વગેરેનો સમાવેશ થાય છે. દાંતનો દુખાવો ત્યારે ગંભીર થઈ જાય છે કે જ્યારે આજુબાજુના જડબામાં તે પહોંચી જાય છે. નિષ્ણાતોના મતે રાત્રીના સમયે દાંતનો દુખાવો વધારે તકલીફદાયક હોય છે. માટે જો તમે અગાઉથી જ દાંતના દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી. અલબત અમે અહીં કેટલાક ઘરેલું ઉપચાર દર્શાવી રહ્યા છીએ, જે તમને પીડામાં રાહત અપાવશે. તેમા મીઠાના પાણીના કોગળા, ગરમ પાણીમાં મીંઠુ નાંખી તેનો ઉપયોગ કરવાથી દાંતને દુખાવામાં રાહત મેળવી શકાય છે.
કાળા મરી
કાળા મરી અને મીંઠુ બન્નેમાં એન્ટીબાયોટિક અને સોજાને ઘટાડવાના ગુણ ધરાવે છે. આ સંજોગોમાં મિશ્રણ દાંતની સમસ્યામાંથી રાહત આપવામાં મદદ કરી શકે છે. આ મિશ્રણ તૈયાર કરવા માટે તમે પાણીને સાથે તેના મિશ્રણને અસરગ્રસ્ત ભાગમાં લગાવી શકો છો. તેનાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.
લસણ
લસણમાં પણ એન્ટીબાયોટિક અને અન્ય ઔષધિય ગુણ જોવા મળે છે, જે દુખાવાને ઓછો કરવામાં અસરકારક માનવામાં આવે છે. દાંતના દુખાવાથી મુક્તિ મેળવવા માટે તમે લસણનું પેસ્ટ તૈયાર કરી લેવી અને તેને મીઠા તથા કાળા મરી સાથે મિશ્રિત કરવું. ત્યારબાદ દુખાવાની જગ્યા પર લગાવવા. તેનાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.
લવિંગ
લવિંગમાં સોજાને ઓછો કરવા, જીવાણુમુક્ત કરવા અને એન્ટીઓક્સિડેન્ટ વગેરે ગુણો ધરાવે છે,જે દાંતના દુખાવા અને સંક્રમણથી લડવામાં મદદ કરે છે. તમે લવિંગને ચાવીને કે પીસીને લઈ શકો છો. તેમા થોડું ઓલિવનું તેલ મિશ્રિત કરવું અને અસરગ્રસ્ત જગ્યા પર લગાવવું. તમને તમારા દાંતના દુખાવામાં રાહત મળશે.
જામફળના પાંદડાં
જામફળના પાંદડામાં સોજો ઓછો કરવા અને એન્ટીબાયોટિક ગુણ રહેલા છે. જે દાંતના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે તમે જામફળના એક અથવા બે પાંદડાને ચાવી શકો છો. જ્યારે તેનો રસ અસરગ્રસ્ત ભાગમાં અસર કરવાનું શરૂ કરે છે.
Share your comments