Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

હાઈ BPની સમસ્યાથી પીડાઈ રહ્યો છો તો આજથી ચાલુ કરો આ ફળ ખાવાનું, કંટ્રોલ કરવામાં મદદ મળશે

હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓથી બચવા માટે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવુ અતિ જરૂરી છે. હાઈ બ્લડ પ્રેશર જેને હાઈપર ટેન્શન પણ કહેવાય છે. આ સમસ્યા આજ કાલ ખૂબ વધી ગઈ છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે બ્લડ વેસલમાં લોહીનું પ્રેશર વધી જાય છે. હાઈ બીપીના દર્દીઓને સીતાફળનું સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
હાઈ બીપીના દર્દીઓને સીતાફળનું સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે
હાઈ બીપીના દર્દીઓને સીતાફળનું સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે

હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓથી બચવા માટે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવુ અતિ જરૂરી છે. હાઈ બ્લડ પ્રેશર જેને હાઈપર ટેન્શન પણ કહેવાય છે. આ સમસ્યા આજ કાલ ખૂબ વધી ગઈ છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે બ્લડ વેસલમાં લોહીનું પ્રેશર વધી જાય છે. યોગ્ય સમયે જો સારવાર આપવામાં ન આવે તો, હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડની ફેલની સમસ્યાઓ થઈ શકે છે. જો છેલ્લા થોડા સમયમાં આપને પણ બ્લડ પ્રેશર રિડીંગ 120/80 MMHGથી વધારે આવે છે, તો તે ચિંતાનો વિષય છે. સ્ટ્રેસ, જાડાપણુ, વધારે મીઠુ ખાવુ, ખરાબ જીવન શૈલી અને ફિઝીકલી ઈનએક્ટીવિટી જેવા અનેક કારણોને લીધે આ સમસ્યા થઈ શકે છે. ત્યારે આવા સમયે દર્દીઓને દવાની સાથે સાથે હેલ્દી લાઈફસ્ટાઈલ તથા યોગ્ય ડાઈટની પસંદગી કરવી અતિ જરૂરી બને છે. હાઈ બીપીના દર્દીઓને સીતાફળનું સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે.

સીતાફળ ખાવાના આ છે ફાયદા

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ડાયટમાં પોટેશિયમનો ખોરાક વધારવાની જરૂર છે. સીતાફળમાં પોટેશિયમ, વિટામીન સી, મૈંગનીઝ જેવા પોષક તત્વો તેમાં હોય છે. જેનાથી બીપી કંટ્રોલમાં રહે છે અને અન્ય હ્દય રોગ સંબંધિત બિમારીઓથી પણ બચાવે છે. જે બ્લડ વેસલ્સને એક્સપેંડ કરવામાં મદદ કરે છે. જેના કારણે બીપી કંટ્રોલમાં રહે છે. સાથે જ તે તણાવને પણ ઓછુ કરવામાં મદદ કરે છે.

કેવી રીતે કરશો સેવન

સીતાફળને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ કહે છે. આ ફળમાં કુલીંગ પ્રોપર્ટીઝ હોય છે. શરીરમાં રહેલા એકસ્ટ્રા હીટને બહાર કાઢવામાં તે ખૂબ જ મદદ કરે છે. આપ તેને ફળ તરીકે પણ ખાઈ શકો છો અને જ્યૂસ બનાવીને પણ પી શકો. જેના માટે સીતાફળ લઈ તેના છોતરા કાઢી તેને મૈશ કરી લ્યો. એક વાસણમાં લઈ લો. જેમાં એક મોટી ચમચી ભરી ઓટ્સ નાખો. અલગથી કેળાના ટુકડા કાપી તેમાં એક કપ દહીં મેળવો. હવે તેને પણ આ મિશ્રણમાં ભેળવો. આ બધુ મિશ્ર કરી રાખો થોડી વારમાં તૈયાર થઈ થશે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More