જો તમે પણ રોજ ફ્રીઝમાં રાખેલુ દૂધ ખરાબ થઈ જવાથી હેરાન છો તો દુધને સ્ટોર કરી રાખવાની રીત બદલવાની જરૂર છે. ફ્રીઝમાં દૂધ સ્ટોર કરી રાખવા માટે દૂધ કયા વાસણમાં રાખો છો તેનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો ચાલો જાણીએ કયા વાસણોમાં દુધને રાખવુ જોઈએ.
દુધને જો સાચી રીતે સ્ટોર કરવામાં આવે તો દૂધ એક અઠવાડિયા સુધી ખરાબ નહીં થાય, પણ તેના માટે જરૂરી છે સાચી રીત અને વાસણોનો ઉપયોગ.
પ્લાસ્ટિક કેન
દુધને રાખવા માટે પ્લાસ્ટિકના કેન આવે છે. જેમાં તમે 2 દિવસ સુધી દુધને સુરક્ષિત રાખી શકો છો. દુધને જ્યારે પણ ગરમ કરવાનુ હોય તો સીધા પ્લોસ્ટિકના કેનમાં ના નાંખો. પહેલા દુધને ઠંડુ કરી લો પછી પ્લાસ્ટિકના કેનમાં નાંખો.
આ પણ વાંચો:શું તમે પણ કાળા લસણ વિશે સાંભળ્યું છે ? ચાલો વાંચો તેના જબરદસ્ત ફાયદાઓ વિશે
કાંચની શીશી
જો ફ્રીઝને બાળકો ના અડતા હોય તો દૂધ રાખવા માટે કાચની શીશીનો ઉપયોગ કરો. કેમ કે દુધને જો 2 દિવસથી વધારે સમય માટે સ્ટોર કરી રાખવાનુ હોય તો પ્લાસ્ટિકના કેનમાં દૂધ ખરાબ થઈ જાય છે. તેથી તમે કાંચની શીશીનો ઉપયોગ કરી શકો છો. ફ્રીઝમાં કાંચની શીશીને કોઈ વાસણ વડે ઢાંકી દો. કાંચની શીશીમાં રાખેલા દુધનો ઉપયોગ કરતા પહેલા તેને ગરમ કરી દો. તો તેનો ટેસ્ટ ફ્રેશ રહેશે.
સ્ટીલના વાસણનો ઉપયોગ
પ્લાસ્ટિક કે કાંચના કેનમાં જો તમે દૂધ ના રાખી શકતા હોય તો સ્ટીલના વાસણમાં દુધને સ્ટોર કરીને રાખો. સ્ટીલના વાસણમાં દુધનો સ્વાદ ખરાબ નથી થતો. જો કે એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે તમે જે વાસણમાં દૂધ રાખી રહ્યા છો તેમાં અન્ય કોઈ ખાદ્યપદાર્થો ન હોય.
આ પણ વાંચો:તપાવી મૂકે તેવી ગરમીમાં છાશ પીવી છે ફાયદાકારક, અહીં જાણો તેના ફાયદા
Share your comments