Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

લેમન-ટી બનાવવાની રીત અને તેને પીવાથી થતા ફાયદા

મોટાભાગના લોકો જાડા નથી હોતા પણ તેમનુ પેટ બહાર નીકળેલુ હોય છે. પેટની ચરબી અનેક બીજી સમસ્યાઓને વધારી દે છે, આવામાં રોજ નાની-નાની કોશિશ કરવાથી પેટની ચરબીથી મુક્તિ મેળવી શકાય છે. જેવી કે પેટની ચરબી ઓછી કરવામાં લેમન-ટી કારગર હોય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
lemon-tea
lemon-tea

મોટાભાગના લોકો જાડા નથી હોતા પણ તેમનુ પેટ બહાર નીકળેલુ હોય છે. પેટની ચરબી અનેક બીજી સમસ્યાઓને વધારી દે છે, આવામાં રોજ નાની-નાની કોશિશ કરવાથી પેટની ચરબીથી મુક્તિ મેળવી શકાય છે. જેવી કે પેટની ચરબી ઓછી કરવામાં લેમન-ટી કારગર હોય છે.

લેમન ટી બનાવવાના રીતે અને તેના ફાયદા સામગ્રી

  • 1 ચમચી કે 15 ml લીંબુનો રસ
  • 2 ચમચી 30 ml મઘ
  • 1 કપ કે 240 ml ગરમ પાણી
  • 1 કાળી ચા ની બેગ (black tea bag)
  • ગાર્નિશ કરવા માટે લીંબૂની એક સ્લાઈસ (ઓપ્શનલ)

બનાવવાની રીત

ગરમ પાણીમાં મઘ અને લીંબુનો રસ મિક્સ કરો. 2 ચમચી 30 ml મઘ અને 1 ચમચી કે 15 ml લીંબૂનો રસ મિક્સ કરો. જો તમે તાજા લીંબુ યુઝ કરી રહ્યા છો તો લગભગ અડધા લીંબૂથી તમને લગભગ 1 ચમચી કે 15 ml સુધી રસ મળી જશે. જો તમારી પાસે તાજા લીંબુનો રસ નથી તો પછી આ સ્વાદ માટ બોટલવાળા લીંબુના રસનો ઉપયોગ કરો. ધ્યાન રાખો કે તમને આ મિક્સ્ચરને ત્યા સુધી ભેળવતા રહેવાનુ છે જયા સુધી તમને ગ્લાસના બોટમમાં થોડી પણ મધ દેખાવવી બંધ ન થઈ જાય.

સલાહ

જો તમે મગમાં ગરમ પાણી નાખતા પહેલા જ મઘ નાખો છો તો આ ખૂબ ઝડપથી મિક્સ થઈ જશે.

લેમન ટી ના ફાયદા

  • લીંબૂમાં સેટ્રિક એસિડ જોવા મળે છે. જે તમારી પાચન ક્રિયાને ઠીક બનાવી રાખે છે. તેને રોજ સવારે પીવો.
  • લેમન ટી માં ફ્લેવોનોઈડ્સ નામનુ કેમિકલ જોવા મળે છે. તેનાથી ઘમનિયોમાં લોહી ગંઠાતુ નથી. જેને કારણે હાર્ટ એટેકનુ જોખમ પણ ઓછુ રહે છે.
  • લેમન-ટી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે.
  • લેમન ટી પીવાથી શરદી અને ફ્લૂ જેવી સમસ્યા પણ થતી નથી
  • લેમન ટી માં ખૂબ એંટીઓક્સીડેટ ગુણ હોય છે. જે શરીરમાં કેંસર સેલ્સને બનતા રોકે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More