Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ઝાડા મરડો મટાડવા માટેના ઘરેલુ ઉપચાર

શુ આપને ઝાડા અને મરડાની સમસ્યા વારંવાર સતાવી રહી છે અને આ બીમારીથી પરેશાન છો ? અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો ? તો આ આર્ટીકલ જરૂર વાંચજો કારણ કે આજે અમે તમને એ જણાવીશુ કે ઘરેલુ ઉપચારથી તમે આ બીમારીથી કઈ રીતે છૂટકારો મેળવી શકો છો ?

Sukhadev Thakor
Sukhadev Thakor
Diarrhea
Diarrhea

શુ આપને ઝાડા અને મરડાની સમસ્યા વારંવાર સતાવી રહી છે અને આ બીમારીથી પરેશાન છો ? અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો ? તો આ આર્ટીકલ જરૂર વાંચજો કારણ કે આજે અમે તમને એ જણાવીશુ કે ઘરેલુ ઉપચારથી તમે આ બીમારીથી કઈ રીતે છૂટકારો મેળવી શકો છો ?

  • અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી થી મરડો મટે છે.
  • મેથીના લોટમાં દહીં ભેળવી ને ખાવાથી મરડો મટે છે.
  • મરીનું ચુર્ણ છાસમાં ખાવાથી મરડો મટે છે.
  • આંબાના સૂકા ફૂલોના ચૂર્ણ લેવાથી ગમે તેવો જુનો મરડો મટે છે. લીંબુના રસને ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર મેળવીને પીવાથી મરડો મટે છે.
  • ઘોડા તલ અને સાકર વાટી ચાટવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે. મઠ બાફીને તેમાં છીણેલા કાંદા મેળવીને ખાવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
  • કાંદાને બારીક વાટી ત્રણ-ચાર વાર પાણીમાં ધોઈ દહીં સાથે ખાવાથી ઝાડા માં પડતું લોહી બંધ થાય છે,
  • ડુંટી એ આદુનો રસ ચોપડવાથી ઝાડા મટે છે.
  • મેથીની ભાજીના રસમાં ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે.
  • માખણ અને ખડી સાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.
  • કેરીના ગોટલાનું ચુર્ણ છાશ અથવા ચોખાના ઓસામણમાં લેવાથી મરડો મટે છે.
  • થોડા ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે છે.
  • તુલસીના પાંચ પાન અને બે ગ્રામ સંચળ, 50 ગ્રામ દહીં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.
  • ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી સૂંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપિયાભાર એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે.
  • ગાજરનો રસ પીવાથી ઝાડા બંધ થાય છે.
  • ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.
  • ખજુરના ઠળિયા બળી ને રાખ થઈ ગયા પછી ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.
  • એલચીના ફોતરાની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે.
  • સુંઠનું ચુર્ણ છાશમાં મેળવી બબ્બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.
  • કાચું પપૈયું પાણીમાં ઉકાળી પીવાથી ઝાડા મટે છે. જાયફળ પાણીમાં ઘસીને સવાર સાંજ અડધી ચમચી જેટલું ચાટવાથી ઝાડા બંધ થાય છે.

આ પણ વાંચો - શુ તમે પણ કોલેસ્ટ્રોલ ઘટાડવા માંગો છો? તો, આહારમાં આ ખોરાક

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More