લીલાછમ અને સુગંધિત પાંદડા ધરાવતા ધાણા શાકભાજીવાળા પાસેથી શાકભાજી ખરીદતી વખતે ફ્રીમાં લેવાનું ચલણ છે. આ લીલા ધાણા શાકભાજી, સલાડ અથવા નાસ્તામાં ગાર્નિશિંગ કરવા માટે અથવા તો લીલી ચટણી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ધાણાના પાંદડામાં અનેક પોષક તત્વો હોય છે. અને તેના પાંદડા જ નહીં તેની ડાળખીઓમાં પણ ગુણોને ભંડાર હોય છે. જેને લીધે ભારતીય ભોજનમાં સદીઓથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે આ ધાણા કેટલા ગુણકારી છે તે
અંગે વાત કરશું. લીલા ધાણા ભોજનનો સ્વાદ વધારે છે, આ સાથે ભોજનને પૌષ્ટીક બનાવવામાં મદદ કરે છે. અનેક દેશોમાં લીલા ધાણાના છોડને સિલાન્ત્રો નામથી ઓળખવામાં આવે છે. લીલા ઘાણા ઉપરાંત સૂકા ધાણા તથા તેનો પાઉડર ભોજન તૈયાર કરવામાં મસાલા તરીકે ઉપયોગ કરાય છે.
ટાઈપ-2
ડાયાબિટીસના રોગીઓ માટે ધાણા અનેક સ્વરૂપમાં લાભદાયક હોય છે. ધાણાના બીજ, સત્વ અને તેલના સ્વરૂપમાં બ્લડ સુગરના લેવલને ઓછું કરવામાં મદદરૂપ બની શકે છે. યોગ્ય રીતે તેનું સેવન કરવાથી ચમત્કારનું કામ કરે છે. આ ઉપરાંત અનેક નિષ્ણાતો લોકો ધાણાનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવા પણ સલાહ આપે છે,જે બ્લડ સુગરના લેવલને ઓછું કરે છે.શરીરમાં બનતા ફ્રી રેડિક્લ્સ અનેક પ્રકારની ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ધાણામાં એવા અનેક એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને બચાવી શકાય છે.આ એન્ટી-ઓક્સિડેન્ટ શરીરમાં થતા ઈન્ફ્લેમેશન (સોજા)થી બચાવે છે. આ સાથે જ ફેફસાં, પ્રોસ્ટેટ, કોલોન તથા કેન્સરની વૃદ્ધિને ધીમી કરે છે.
ધાણામાં રહેલા પોષક તત્વ ઈમ્યુનિટી એટલે કે રોગ પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે. હાઈ બ્લડ પ્રેશર તથા એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરી લીલા ધાણા અનેક પ્રકારના હૃદય રોગથી બચાવે છે. ધાણાના સત્વ એક ડાઈયુરેટીકની માફક પણ કામ કરે છે. એટલે કે શરીરમાંથી વધારાનું સોડિયમ અને પાણીને બહાર કાઢે છે. તેનાથી બ્લડપ્રેશરનું સ્તર ઓછું થાય છે.
ધાણાના એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ મગને મજબૂત કરે છે. હકીકતમાં અલ્ઝાઈમર્સ, પાર્કિંસંસ અને મલ્ટીપલ સ્ક્લેરોસિસ જેવી મગજને લગતી સમસ્યા ઈન્ફ્લેમેશન સાથે જોડાયેલ છે. ધાણાનો ઉપયોગ આ સ્થિતિથી બચાવવામાં સહયોગી થઈ શકે છે.સંશોધનમાં માલુમ પડ્યું છે કે ધાણાના પાંદડા યાદશક્તિને વધારવામાં મદદ કરે છે. આ સાથે એંગ્જાયટીના લક્ષણોને ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.
Share your comments