ગર્ભાવસ્થા દરમિયાન સૂંઠનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે, તેનાથી ચામડીને લગતી કોઈ સમસ્યા થતી નથી, જે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી કે ઉબકા જેવી સમસ્યાઓ થતી હોય છે તેઓ પણ સૂંઠનું સેવન કરે છે તો છૂટકારો મેળવી શકાય છે.
સગર્ભાવસ્થા દરમિયાન સૂંઠનું વધારે સેવન ન કરવું જોઈએ, વધુ પડતા વપરાશને કારણે પેટમાં ગેસ, બર્નિંગ, ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સૂંઠમાં ફાયબર સારા એવ પ્રમાણમાં હોય છે. સૂંઠમાં જીંજરોલ નામનું એક તત્વ હોય છે જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થઈ જાય છે. આજે અમે તમને જણાવીશું કે ગર્ભવતી મહિલાઓને સૂંઠ ખાવાથી કેવા કેવા ફાયદા થઈ શકે છે
સિકનેસની સમસ્યા
- જો તમે ગર્ભવતી હોવ તો ઉબકા, માથાનો દુખાવો, ગભરાટ જેવી સમસ્યાથી બચવા માટે સૂંઠ ફાયદાકારક છે.
- સૂકા આદુમાં વિટામિન બી 6 હોય છે, જે સવારે સિકનેસના લક્ષણો સામે લડવામાં મદદરૂપ થાય છે.
- સૂંઠ એક દિવસમાં ત્રણ ગ્રામથી વધુ ન લેવા જોઈએ, તેમ છતાં યોગ્ય માત્રા જાણવા માટે તમારા ડોક્ટર અથવા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો.
કળતર અને શરીરના દુ:ખાવામાં રાહત
- જો ગર્ભાવસ્થા દરમિયાન હાથ -પગમાં દુખાવો કે સોજો આવે તો તમે સૂંઠનો ઉપયોગ કરી શકો છો.
- સૂંઠમાં એન્ટિબાયોટિક ગુણધર્મો હોય છે, જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન યુટીઆઈના લક્ષણો જુએ છે, તેઓ સૂંઠનું સેવન કરે તો તેમને પણ ફાયદો થશે.
- સગર્ભાવસ્થામાં ડાયાબિટીસની સમસ્યા હોય તો પણ, તમે સૂંઠનું સેવન કરી શકો છો, તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
ઉલટી અથવા ઉબકાની સમસ્યા
- ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી અથવા ઉબકા આવતા હોય તો આ સમયમાં જો તમે સૂંઠનું સેવન કરો છો તો તમને સમસ્યાથી છુટકારોમળશે.
- સૂંઠનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક છે, ગર્ભાવસ્થા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, જેને તમે સંતુલિત કરવા માટે હૂંફાળા પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો.
ઝાડા અથવા પેટ ખરાબ થવાની સમસ્યા
- ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓ ઘણી વાર ઝાડા અથવા પેટ ખરાબ થવાની ફરિયાદ કરે છે, આવા સમયમાં તમે સૂંઠનું સેવન કરી શકો છો.
- પેટમાં સોજો હોય તો પણ સૂંઠનું સેવન ફાયદાકારક રહેશે તમે છાશ સાથે સૂંઠનું સેવન કરી શકો છો.
- પેટમાં ગેસ, અપચો, ખાટા ઓડકાર, પેટમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવા માટે સૂંઠનું સેવન કરી શકાય છે.
Share your comments