Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

સાંધાના દુખાવાને દૂર કરશે આ 3 ફળ, જાણો તેની ખાસિયત

ઉંમર વધતાની સાથે જ લોકોને સાંધાના દુખવાની સમસ્યા થવા લાગે છે, અર્થરાઈટિસના દર્દીઓમાં સૌથી વધારે સમસ્યા સાંધામાં દુખાવો અને સોજાની પણ હોય છે. બદલાતી લાઈફસ્ટાઈલમાં જો તમે ખાવા-પીવા પર થોડું ધ્યાન આપો તો તમારે કોઈપણ પ્રકારની સમસ્યા થશે નહીં. તો આજે અમે તમને એવા 3 ફળ વિશે જણાવીશું જે તમને સાંધાના દુખાવામાંથી રાહત આપશે.

Himanee Chauhan
Himanee Chauhan
These 3 Fruits Are Very Important For Arthritis
These 3 Fruits Are Very Important For Arthritis

ઉંમર વધતાની સાથે જ લોકોને સાંધાના દુખવાની સમસ્યા થવા લાગે છે, અર્થરાઈટિસના દર્દીઓમાં સૌથી વધારે સમસ્યા સાંધામાં દુખાવો અને સોજાની પણ હોય છે. બદલાતી લાઈફસ્ટાઈલમાં જો તમે ખાવા-પીવા પર થોડું ધ્યાન આપો તો તમારે કોઈપણ પ્રકારની સમસ્યા થશે નહીં. તો આજે અમે તમને એવા 3 ફળ વિશે જણાવીશું જે તમને સાંધાના દુખાવામાંથી રાહત આપશે.

નારંગી છે ખૂબ જ ફાયદાકારક

જો તમે પણ સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો તો તમારા ડાયટમાં કેટલાક ફળોને જરૂર સામેલ કરવા જોઈએ. તેમાં નારંગી, તરબૂચ, દ્રાક્ષ સામેલ છે. તમારે તમારા આહારમાં નારંગીનો સમાવેશ કરવો જોઈએ, તમને જણાવી દઈએ કે નારંગી શરીરને હાઈડ્રેઈટ રાખે છે અને તેમાં વિટામિન સી Vitamin C ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સાંધાના દુખાવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. નારંગી એક એવું ફળ છે, જે અનેક સમસ્યાઓમાં ખૂબ જ કામ આવે છે. આ ફળને ખાવાથી સાંધાના દુખાવા અને સોજાની ફરિયાદ ઓછી થઈ શકે છે. આ ફળમાં મળતા એન્ટીઓક્સિડેન્ટથી મોટા પ્રમાણમાં સાંધામાં સોજા ઓછા થાય છે. તમને જણાવી દઈએ કે અર્થરાઈટિસ એટલે કે સાંધાના દર્દીઓને નારંગી, મોસંબી અને લીબું જેવા ખાટા ફળ ખવા જોઈએ.

દ્રાક્ષ પણ અસરકારક

દ્રાક્ષનું સેવન કરવાથી તમે  અનેક  ઘણી બીમારીઓથી દૂર રાખી શકો છો. તેના સેવનથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. જેમણે તેને પોતાના આહારમાં સામેલ નથી કર્યું તેઓએ હવે તેને સામેલ કરવું જોઈએ. આ સાથે જ તમે દ્રાક્ષ પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તેને ખાવાથી ઘણા ફાયદા છે. તેમાં પણ જોઇન્ટ પેનની ફરિયાદ ઓછી થાય છે. દ્રાક્ષની છાલમાં રેસ્વેટ્રોલ નામનું એક એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે અર્થરાઈટિસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક હોય છે.

તરબૂચ પણ છે ઉપયોગી

ઉનાળાની ઋતુમાં સૌથી વધુ વેચાતું તરબૂચ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે અને તે તમને ત્વરિત ઉર્જા આપે છે. એટલા માટે આજે જ તેને આપની ડાયટમાં સામેલ કરવું જોઈએ. તરબૂચને ખાવાથી ઘણા ફાયદા થયા છે. તરબૂચમાં એન્ટિઈમ્ફ્લેમેન્ટ્રી ગુણ અને કેરોટેનાઈડ બીટ-ક્રિપ્ટોજેન્થિન પણ હોય છે. જે અર્થરાઇટિસના દર્દીઓ માટે સારું હોય છે. તેનાથી સોજા દૂર થવામાં મદદ મળે છે. તરબૂચ રયૂમેટાઈડ અર્થરાઇટિસના દર્દીઓને ખાસ રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Summer Fruits : ગરમીમાં આ 6 ફળોનું કરો સેવન, વજન ઘટાડવામાં પણ છે લાભદાયી

આ પણ વાંચો : ભરગરમીમાં પણ ચા : ઉનાળાના તાપમાં ઠંડક આપશે આ ચા

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More