Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ફ્રેન્ડશીપ ડે 2020 : ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવામાં આવે છે, તેનો ઇતિહાસ અને મહત્વ જાણો !

દરેક વ્યક્તિ મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરે છે. તે આપણી જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. આ વર્ષે 2 ઓtગસ્ટના રોજ, ફ્રેન્ડશીપ ડે છે. દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફેન્ડરશીપ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

Pintu Patel
Pintu Patel
ફ્રેન્ડશીપ ડે
ફ્રેન્ડશીપ ડે

દરેક વ્યક્તિ મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરે છે. તે આપણી જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. આ વર્ષે 2 ઓtગસ્ટના રોજ, ફ્રેન્ડશીપ ડે છે. દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફેન્ડરશીપ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે 30 જુલાઈએ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. દરેકના જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તેથી આ દિવસ મિત્રો માટે ઉજવવામાં આવે છે. આ દિવસે, બધા મિત્રો એકબીજાને ભેટો, કાર્ડ અને બેન્ડ આપે છે. ચાલો તમને જણાવીએ કે ફ્રેન્ડશીપ ડે કેમ ઉજવવામાં આવે છે.

મિત્રતા દિવસની ઉજવણી પાછળ 2 વાર્તાઓ પ્રચલિત છે. એવું કહેવામાં આવે છે કે 1935 માં યુએસ સરકાર દ્વારા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ સાંભળીને તેના મિત્રએ પણ આપઘાત કરી લીધો. તે પછી, તે દિવસને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવાનું શરૂ કર્યું. આ સિવાય, એવું પણ સાંભળવામાં આવે છે કે વર્ષ 1930 માં, એક ઉદ્યોગપતિએ જોસ હોલ નામના વ્યક્તિએ તેમના મિત્રો ને કાર્ડ્સ અને ભેટો આપી ને ફ્રેન્ડશીપ ડેની શરૂઆત કરી હતી.

ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવે છે 

આપણા દેશમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે રવિવાર દરેક માટે રજા હોય છે. આ જ કારણ છે કે આપણા દેશમાં રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખૂબ મહત્વનો છે. દરેકની જિંદગીમાં મિત્રોની મહત્વની ભૂમિકા હોય છે.

વિશ્વ ભરમાં દરરોજ વિવિધ વિષય પર ડેની ઉજવણી થતી હોય છે. ત્યારે આજે એટલે કે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે વિશ્વ ફ્રેન્ડશીપ ડે ઉજવી રહ્યુ છે. આજે યુવાનો  હોય કે વયસ્ક સૌ કોઈ એકબીજાને ફ્રેન્ડશીપ ડેની શુભકામના પાઠવી રહ્યા છે. કોઈ પોતાના મિત્રને ફ્રેન્ડશીપ બેન્ટ બાંધીને તો કોઈ પોતાના મિત્રને ગિફ્ટ આપીને ફ્રેન્ડશીપ ડે ઉજવી રહ્યા છે. આજે સોશિયલ મીડિયાની બોલબાલા છે. ત્યારે મિત્રો મોબાઈલમાં ફોટા ક્લિક કરીને ફ્રેન્ડશીપ ડેના ફોટોઝ સોશિયલ મિડીયામાં અપલોડ કરતાં હોય છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More