તમે આજ સુધી જમ્યા પછી ગોળ ખાવાના અનેક ફાયદા સાંભળ્યા હશે. આયુર્વેદમાં ચિંતા, માઈગ્રેન, ડાયઝેશન અને થાક જેવી સમસ્યાઓનો ઈલાજ ગોળનુ સેવન કરીને કરવામાં આવે છે. ગોળ ખાવાથી વ્યક્તિના મેટાબોલિજ્મમાં જ નહી પણ તેના એનર્જી લેવલમાં પણ સુધાર થાય છે. આમ છતા શુ તમે જાણો છો ગોળમાં રહેલ સુક્રોજ અને કાર્બોહઈડ્રેટને કારણે તેનુ વધુ સેવન કરવાથી વ્યક્તિને ફાયદાને જગ્યાએ નુકશાન પણ પહોંચી શકે છે.
    આવો જાણીએ ગોળનુ વધુ સેવન કરવાથી વ્યક્તિને આરોગ્યને લગતા કયા નુકશાન થાય છે.
ગોળ ખાવાથી આરોગ્યને થતુ નુકશાનવ
- ગોળની પ્રકૃતિ ગરમ હોય છે. તેનુ વધુ સેવન કરવાથી આ અપચો, અથવા નાકમાંથી લોહી નીકળવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉનાળામાં વધુ ગોળ ખાવાનું ટાળો.
- જો તમે તમારા વધી રહેલા વજનથી છુટકારો મેળવવા માંગો છો તો ભૂલથી પણ વધુ ગોળ ન ખાશો. 100 ગ્રામમાં 385 કેલરી ધરાવતો ગોળ ચોક્કસપણે ડાયેટ કરનારાઓ માટે એક સારો વિકલ્પ નથી. જો તમે તેનું વધુ પડતું સેવન કરી રહ્યા છો તો તેનાથી તમારુ વજન વધી શકે છે.
-ગોળ મીઠો હોય છે, તેથી તેનો વધુ પડતુ સેવન કરવાથી તમારા બ્લડ સુગરનુ લેવલ વધી શકે છે. 10 ગ્રામ ગોળમાં 9.7 ગ્રામ ખાંડ હોય છે.
- જો ગોળ યોગ્ય રીતે તૈયાર કરવામાં ન આવે, તો તેમાં અશુદ્ધિઓ એટલે કે કીટાણુ પણ હોઈ શકે છે, જે તમારા આંતરડામાં કીડા પડવાનુ જોખમ વધારી શકે છે.
- તાજો બનેલો ગોળ ખાવાથી ઝાડા, અપચો અને કબજિયાત થઈ શકે છે.
                                    
                                    
                                    
                                    
                                    
                        
                        
                        
                        
                        
Share your comments