વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, યુરોપિયન યુનિયનના પ્રદેશમાં આલ્કોહોલનો વપરાશ ખૂબ વધારે છે. દરેક લોકો જાણે છે કે લાંબા સમય સુધી દારૂ પીવો હૃદય માટે ઘાતક છે, પરંતુ આ વિશે યુરોપિયન દેશોમાં જાગૃતિનો અભાવ છે. આ દેશોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ અભ્યાસ યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી (ESC)માં પ્રકાશિત થયો છે.
આયર્લેન્ડના ડબલિનમાં આવેલી સેન્ટ વિન્સેન્ટ યુનિવર્સિટી હોસ્પિટલના ડૉ. બેથની વોંગેએ આ અભ્યાસના આધારે કહ્યું છે કે જો તમે આલ્કોહોલ પીતા નથી, તો ક્યારેય પીવાનુ શરૂ કરશો નહીં. જો તમે આલ્કોહોલ પીઓ છો, તો પછી તેની માત્રા સાપ્તાહિક ઓછી કરી દો, જેથી તમારા હૃદયને ઓછામાં ઓછું નુકસાન થાય.
આ પણ વાંચો:યુવાનીમાં અનિદ્રાની સમસ્યા વૃદ્ધાવસ્થામાં આપી શકે છે મુશ્કેલી, સાવધાન રહો
અભ્યાસ કેવી રીતે થયો?
અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે આલ્કોહોલ પીવાનું સલામત સ્તર શું છે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ માટે 40 વર્ષની વયના 744 પુખ્ત વયના લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી મોટાભાગના લોકો એવા હતા જેઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા વગેરેથી પીડાતા હતા. એટલે કે આ લોકોમાં હૃદયરોગનું જોખમ વધુ હતું.
આઇરિશ વ્યાખ્યા મુજબ, તેમને 10 ગ્રામ દારૂ આપવામાં આવ્યો હતો. સહભાગીઓને સાપ્તાહિક, દૈનિક, ઓછુ અથવા વગર આલ્કોહોલના સેવનના આધારે ઘણા જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. અતિશય દારૂ પીવા વાળા કુલ 201 દર્દીઓને ઉચ્ચ અસ્વસ્થતા ગ્રેડમાં મૂકવામાં આવ્યા હતા. જ્યાં 365 લોકો એવા હતા, જે ઓછી માત્રામાં દારૂનુ સેવન કરતા હતા. મર્યાદિત માત્રામાં દારૂ પીનારા 187 લોકો પણ હતા. એવું જાણવા મળ્યું છે કે દારૂ દરેક પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
દારૂ પીવાનો કોઈ ફાયદો જોયો નથી
ડો. વાંગના જણાવ્યા અનુસાર, અમે ઓછી માત્રામાં દારૂ પીવાનો કોઈ ફાયદો જોયો નથી. તમામ દેશોએ દારૂનું સેવન ઘટાડવાનો આગ્રહ રાખવો જોઈએ. ઉદાહરણ તરીકે, આયર્લેન્ડમાં, જ્યાં હૃદયરોગના કેસો વધુ છે, ત્યાંની સરકારે પુરુષો માટે સાપ્તાહિક 17 યુનિટ દારૂ અને સ્ત્રીઓ માટે 11 યુનિટ દારૂ પીવાનું સ્તર નક્કી કરી દેવુ જોઈએ.
આ પણ વાંચો:કેલ્શિયમની ગોળી હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ વધારી શકે છે – અભ્યાસ
Share your comments