મચ્છરજન્ય રોગચાળો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. મચ્છરોના ડંખથી કેટલાક લોકો સૌથી વધુ પરેશાન હોય છે. શું તેનું કારણ તમને ખબર છે? કેમ આ લોકો જ મચ્છરોના નિશાને હોય છે? આવો આ અંગે તમને વિસ્તારથી જણાવીએ.
સ્કિન બેક્ટેરિયા
- ચામડીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા છૂપાયેલા હોય છે.
- વર્તમાનના એક સંશોધન મુજબ દાવો કરાયો છે કે મચ્છરોને ખાસ પ્રકારના બેક્ટેરિયાવાળા માણસો વધુ પસંદ આવે છે.
- જે લોકોની ચામડીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે તેમના પર મચ્છરોના હુમલાની સંભાવના વધી જાય છે.
બ્લડ ટાઈપ
- સામાન્ય રીતે ઓ બ્લડ ગ્રુપવાળા લોકો તરફ મચ્છર સામાન્ય કરતાં વધુ આકર્ષાય છે.
- બીજા નંબરે વારો આવે છે એ બ્લડ ગ્રુપના લોકોનો.
- આ બંને બ્લડ ગ્રુપના લોકો તરફ મચ્છર ચુંબકની જેમ કામ કરે છે.
નહાવું
- મચ્છરોને તમારા શરીરનો પરસેવો અને લેક્ટિક એસિડ ઘણુ જ પસંદ છે.
- જ્યારે પણ તમે એક્સરસાઈઝ કરવા બહાર નીકળો તો ઘરે આવ્યા પછી જલદી નહાઈ લો.
- વર્કઆઉટ શરુ કરતા પહેલા મચ્છર મારવાની કીટને રાખો.
બીયર પીવાથી બચો
- એક સંશોધન અનુસાર મચ્છરોને બીયર પીવાવાળા લોકોનું લોહી ઘણુ જ પસંદ હોય છે.
- એટલે તેને પીવાથી બચવુ જોઈએ અથવા પાર્ટીમાં ઝડપી ગતિથી ચલનારા પંખાનો ઉપયોગ કરો.
- મચ્છર હવાની તેજ ગતિ દરમિયાન ઉડવામાં સક્ષમ નથી હોતા એટલે હવા પાર્ટી અને મચ્છરો વચ્ચે એક અવરોધનું કામ કરી શકે છે.
મેટાબોલિક રેટ
- કાર્બન ડાયોક્સાઈડની ગંધથી મચ્છર ઝડપથી માણસો તરફ આકર્ષાય છે.
- માદા મચ્છર પોતાના સેન્સિંગ ઓર્ગેન્સથી કાર્બન ડાયોક્સાઈડની ગંધ ઓળખી લે છે.
- એક સ્ટડી મુજબ, ગર્ભવતી મહિલ સામાન્ય માણસની સરખામણીએ 20 ટકા વધુ કાર્બન ડાયોક્સાઈડ રિલિઝ કરે છે અને આ જ કારણ છે કે મચ્છ તેને વધુ કરડે છે.
હળવા રંગના કપડા
- મચ્છર સામાન્ય રીતે કોઈ પણ ગ્રાઉન્ડની આસપાસ ઉછેરે છે.
- તમારા સુધી પહોંચવા માટે તે ગંધ અને દૃષ્ટિ કે સંયોજનનો ઉપયોગ કરે છે.
- તેથી જો બની શકે તો હળવા રંગના કપડા પહેરીને બહાર ના નીકળવું,.
Share your comments