આપણે મોટે ભાગે સવારે નાસ્તો કરીએ છીએ પણ શું તમે જાણો છો નાસ્તો કરવાનો યોગ્ય સમય તો આજે અમે તમને જણાવી શું કે નાસ્તો કયાં સમય કરવો જોઈએ અને કયો કરવો જોઈએ.
નાસ્તો કરવાનો યોગ્ય સમય
=> સવારનો નાસ્તો સૂર્યોદયના એક થી બે કલાકની અંદર જરૂરથી કરી લેવો જોઈએ. તેમાં ફળોનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે.
=> બપોરે દહીં અથવા છાશ લેવી જોઈએ.
=> રાતનું ભોજન સૂર્યાસ્તના ૪૦ મિનિટની અંદર લેવો જોઈએ.
=> રાત્રિ ભોજનના બે કલાક પછી દૂધ પીવું જોઈએ.
દારૂ, તમાકુ બીમારીનું મૂળ કારણ
બ્રહ્મદેવ શર્માએ જણાવ્યું હતું કે દારૂ અને તમાકુ એ મોટાભાગના રોગોનું મૂળ કારણ છે. તેમણે લોકોને અપીલ કરી કે લગભગ ૭૦ ટકા રોગો આનાથી દૂર રહીને રોકી શકાય છે. આને કારણે, વ્યક્તિની સાથે આખો પરિવાર પરેશાન થઈ જાય છે.
ડો.વિનોદ જૈને જણાવ્યું હતું કે દાંતની સફાઇ, ખોરાકની સ્વચ્છતા, પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
૪૦ મિનિટ લો સૂર્યનો પ્રકાશ
કેજીએમયુના કુલપતિ ડો.એમ.એલ.બી. ભટ્ટે કહ્યું કે, સ્વસ્થ આરોગ્ય અને વિટામિન ડી ની જરૂરિયાત માટે દરરોજ સવારે લગભગ ૪૦ મિનિટ સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ. તેમજ રાત્રે ૧૦ થી ૪ સુધી ઉંઘ લેવી જોઈએ.
Share your comments