દવાના રૂપે કેપ્સૂલ ખાતા સમયે ક્યારેક તો એવો પ્રશ્ન મનમાં થયો હશે કે, કેપ્સૂલનું આ પ્લાસ્ટિકનું પેટમાં જઈ શું થતુ હશે.તો ચાલો આજે તમને જણાવીશુ કે કેપ્સૂલના ઉપર રહેલ પ્લાસ્ટિકનું પેટમાં શું થાય છે.
કેપ્સૂલનું કવર પ્લાસ્ટિકનું નથી બનતુ
દવાના રૂપે કેપ્સૂલ ખાતા સમયે ક્યારેક તો એવો પ્રશ્ન મનમાં થયો હશે કે, કેપ્સૂલનું આ પ્લાસ્ટિકનું પેટમાં જઈ શું થતુ હશે. આજે તમને આ પ્રશ્નનો જવાબ પુરા ડિટેલ્સમાં મળી જશે. પરંતુ તેના માટે પહેલા એ જાણવું પડશે કે, કેપ્સૂલની ઉપરનું કવર બને છે કઈ વસ્તુથી. સૌથી પહેલાં તો તે જાણી લો કે આ કવર પ્લાસ્ટિકનું બનેલું નથી હોતું.
કેપ્સૂલ પર બે પ્રકારના કવર હોય છે
કેપ્સૂલ પર બે પ્રકારના કવર હોય છે. એક Hard-shelled અને બીજુ Soft-shelled. અને બંને કવર બાયોડિગ્રેડેબલના બનેલા હોય છે. બંને પ્રકારના કવરવાળી કેપ્સૂલ Aqueous solutions જેમ કે એનિમલ અથવા ઝાડ-છોડના પ્રોટિનમાંથી બનેલા હોય છે.
પ્રાણીઓના પ્રોટિનનું બને છે
જે કેપ્સૂલનું કવર એનિમલ પ્રોટિનનું બનેલું હોય છે, તે સામગ્રીને જીલેટિન કહેવાય છે. જે જાનવરોના હાડકા, સ્કિનને ઉકાળીને કાઢવામાં આવે છે. આ મરઘી, માછલી, ભૂંડ અથવા ગાય અને તેના જેવી પ્રજાતિ કે અન્ય કોઇ જાનવરમાંથી બને છે.
ઝાડની છાલ
જે કેપ્સૂલનું કવર પ્લાંટ પ્રોટિન એટલે કે, ઝાડ-છોડની છાલનું બને છે, તેના માટે Cellulose પ્રજાતિના ઝાડ-છોડનો ઉપયોગ કરવામાં આવે છે.
હાડકા
જીલેટિન કોલેજનથી બને છે. આ રેશાદાર પદાર્થ જાનવરોના હાડકા,અસ્થિમાં મળી આવે છે. જીલેટિનનો ઉપયોગ જેલી બનાવવા માટે પણ થાય છે.
મેનકા ગાંધી
મેનકા ગાંધીએ હેલ્થ મિનિસ્ટ્રીને પત્ર પણ લખ્યો હતો, જે ખુબ ચર્ચામાં પણ રહ્યો હતો. આમાં તેમણે જીલેટિનથી લોકોની ધાર્મિક ભાવના દુભાતી હોવાની વાત કરી હતી. તેમજ કેપ્સૂલ કવરને ઝાડ-છોડની છાલમાંથી બનાવવા માટે ભાર મુક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે જીલેટિનની જગ્યાએ ઝાડ-છોડની છાલમાંથી કેપ્સૂલ કવર બનાવવાને લઈ કમિટીની રચના પણ કરી હતી.
Share your comments