આજે આપણે જાણીશુ કે ભાત ખાઈને કેવી રીતે વજન ઘટાડી શકાય તે અંગે થોડી ચર્ચા કરીશુ. ઘણા સમયથી જોવા મળી રહ્યુ છે કે, ડાયટિંગ કરતા લોકો ભાત ખાવાનું ટાળે છે. એક એવી માન્યતા છે કે, ભાત ખાવાથી વજન વધે પરંતુ, તમને જણાવી દઈએ કે, હકીકત તેનાથી સાવ જુદી જ છે.
આહારશાસ્ત્રીઓના મત મુજબ ભાત ખાવાથી લાંબા સમય સુધી તમને પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. પરિણામે, તમે બીજું કાંઈ નથી ખાઈ શકતા અથવા તો તમને બીજુ કાઈ ખાવાની ઈચ્છા જ નથી થતી. જેના કારણે પેટની અંદર કેલરીનું પ્રમાણ નિયંત્રિત રહે છે.
ભાતની અંદર અનેકવિધ પ્રકારના તત્વ સમાવિષ્ટ હોય છે
- ભાતની અંદર અનેકવિધ પ્રકારના તત્વ સમાવિષ્ટ હોય છે જે આપણા શરીરને જરૂરી પોષણ પૂરુ પાડવામા ભરપૂર સહાયરૂપ સાબિત થાય છે.
- ભાત ખાવાથી આપણને અનેકવિધ લાભ પ્રાપ્ત થાય છે.
- તેમા પુષ્કળ માત્રામા સોડિયમ, કોલેસ્ટરોલ, ગ્લુટેન જેવા તત્વો સમાવિષ્ટ હોય છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ કે ટ્રાન્સફેટ નથી હોતા. આ કારણોસર જ ભાત ખાવાથી કોલેસ્ટેરોલ વધવાનો ભય રહેતો નથી.
- ભાતમાં પુષ્કળ માત્રામા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ અને સ્ટાર્ચ સમાવિષ્ટ હોય છે.
- ભાતનું સેવન કરવાથી પાચનશક્તિની કોઈપણ સમસ્યા રહેતી જ નથી.
- પેટમાં થતી અનેકવિધ સમસ્યાઓને દૂર કરવા માટે પણ લાભદાયી સાબિત થઇ શકે છે.
- ભાતમા પુષ્કળ માત્રામા ફાઈબરહોય છે. તે પચવામાં સહેલા હોવાથી તાવ, એસિડિટી કે પેટમાં ગડબડ હોય ત્યારે ભાત ખાવાની સલાહ આપવામાં આવે છે.
ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા લોકો
- ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા લોકો પણ જો પ્રમાણસર ભાત ખાય તો કોઈ હાનિ નથી થતી. ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા લોકોએ આહાર માટે થોડાં ભાત સાથે લીલા શાકભાજી સલાડ વગેરે લેવુ જોઈએ.
- આપણે ભાતનો ઉપયોગ દરેક ખોરાકની અંદર કરવો જોઈએ, જેનાથી આપણને અનેકવિધ પ્રકારે લાભ પ્રાપ્ત થાય છે.
Share your comments