જો આપનું વજન વધારે છે અને વજન ઘટાડવા માંગો છો તો દહી એ શરીર માટે ઉત્તમ છે દહીમાં અનેક પોષક તત્વો રહેલા છે જે હેલ્થ માટે સારા છે. દહીનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂર બને છે.
ડાયટમાં દહીનો ઉપયોગ
ઘણા લોકો ડાયટમાં દહી લેતા હોય છે. દહી એ ગરમીમાં શરીરને ઠંડક આપે છે. ઘણા લોકો દહીમાં સુગર ભેળવીને પણ ખાતા હોય છે ગરમીની સીઝનમાં દહી ખાવાથી શરીરમાથી ડિહાઈડ્રેશન ઘટે છે જેના કારણે પાચનતંત્ર મજબૂત બને છે. દહી ખાવાથી આંતરડામાં જે બેક્ટેરીયાની જરૂરીયાત હોય તે બેક્ટેરીયા પણ પેદા થાય છે દહી ખાવાથી પેટની ચરબી પણ ઓગળવા લાગે છે
દહી ખાવાથી શરીરમાં થતા ફાયદા
હેલ્ધી BMI
- કેલ્શિયમનો સોર્સ હોવાથી બીએમઆઈને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
- ડાયટમાં તેને સામેલ કરવાથી મદદ મળે છે.
પેટ ભરેલું રહે છે
- વજન ઘટાડવુ હોય તો પ્રોટીન વાળી વસ્તુ ખાવી જોઈએ
- દહીમાં લો કાર્બ્સ અને હાઈ પ્રોટીન ફૂડ રહેલ છે
- કાર્બ્સ અને હાઈ પ્રોટીન વજન ઘટે છે અને માસપેશીઓને મજબૂત બનાવે છે
મેટાબોલિઝમને વધારે છે
- મેટાબોલિઝમના વધવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
- દહીંમાં પ્રોબાયોટિક હોય છે જે ડાઈજેશનને સારું કરીને મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.
- તેમાં પૂરતું પોષણ હોય છે. જે એનર્જી બનાવી રાખવામાં મદદ કરે છે.
ભોજનમાં દહીનો ઉપયોગ કરો
- અનેક રીત છે જેનાથી તમે દહીંને ડાયટમાં સામેલ કરી શકો છો.
- લંચ કે ડિનરમાં એક વાટકી દહીં ખાઈ શકાય છે
- નાસ્તામાં સ્મૂધીની જેમ પણ યૂઝ કરી શકો છો.
- દહીનો ઉપયોગ શાકના રાયતામાં પણ કરી શકાય છે
- શાકમાં દહીની ગ્રેવી પણ બનાવીને ખાઈ શકાય છે
- દહીની સાથે ખાંડ કે મસાલા મિક્સ કરીને પણ ખાઈ શકાય છે.
- ખાંડ વાળું દહીં કેલેરી વધારે છે,રોજ ખાંડ અને દહીં ખાવાથી નુકસાન પણ થઈ શકે છે.
- ગરમીમાં શરીરને ઠંડું અને હાઈડ્રેટેડ રાખવા માટે લસ્સી અને છાશ પણ સારા ઓપ્શન્સ બને છે.
Share your comments