અત્યાર નો સમય પસાર કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. કોરોના મહામારી થી લોકો કંટાળી ને કઈક નવું કરવા માંગે છે. એની માટે આજ કાલ લોકો કઈક ને કઈક ક્રિએટિવ કામ કરી રહ્યા છે. કેટલાક લોકો ઓનલાઇન વિડિયો જોઈ ને કઈ ને કઈ શીખી રહ્યા છે. તો કેટલાક ને ગાર્ડનિંગ ખૂબ શોખ હોય છે પરંતુ આજ કાલ ના મકાનો એવી રીતે બનાવેલા હોય છે કે ગાર્ડનિંગ માટે જગ્યા જ નથી હોતી. આજ ની પોસ્ટ માં આપણે એજ જાણીશું કે ઘરમાં રહેલ અગાશી કે પછી ધાબા પર છોડ કેવી રીતે વાવી શકીએ.
જો તમારા ઘરે અગાશી છે તો તમે સહેલાઈ થી kitchen ગાર્ડન બનાવી શકો છો, જો તમને મદદ જોઈએ તો તમે ઓનલાઇન વિડિયો જોઈ ને પણ ગાર્ડનિંગ કરી શકો છો. તેમ જ તમને સારી એવી ટિપ્સ અને સલાહ પણ મળી રેહશે.
કુંડુ જેટલું મોટું હશે એટલું જ છોડ ને મોટું થવા માટે જગ્યા વધારે મળી રેહશે. એટલા માટે જ તમે ટબ, મોટી ડોલ કે પછી મોટા કુંડા માં તમારું મનપસંદ છોડ વાવી શકો છો.
તમે ચાહો તો ટામેટાં, શિમલા મિર્ચ, ડુંગળી, જેવી શાકભાજી વાવી શકો છો. ટામેટાં વાવવામાં તમારા બાળકો ને પણ ખૂબ મજા આવશે.
તમે તમારા kitchen ગાર્ડન માં છોડ ને પાણી આપવા માટે બાળકો ને પણ કહી શકો છો આમ કરવા થી તેમને પણ મજા આવશે.આ ઉપરાંત તમે રીંગણ અને કાકડી પણ વાવી શકો છો.
છોડ ને પૂરતા પ્રમાણ માં પાણી, ખાતર અને સૂર્યપ્રકાશ મળી રહે તેનું ધ્યાન રાખવું.
Share your comments