માઇગ્રેન દુનિયામાં ત્રીજો સૌથી વધુ થતો રોગ છે. આ બિમારી 18થી 44 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓમાં સૌથી વધુ જોવા મળે છે. માઇગ્રેનનાં આશરે 90 ટકા દર્દીઓ એની ફેમિલી હિસ્ટ્રી ધરાવતા હોય છે. આ એક પ્રકારની જટિલ બિમારી છે, જે માથાનાં દુઃખાવા સ્વરૂપે વારંવાર ઊથલો મારે છે, ઘણી વાર માથાનો એક તરફનો ભાગ દુઃખે છે અને કેટલાંક કેસોમાં ઓરા તરીકે જાણીતા વિઝ્યુઅલ કે સેન્સરી ચિહ્નો સંકળાયેલા હોય છે. માથામાં દુઃખાવા અગાઉ માઇગ્રેન થાય છે, પણ એ માથાના દુઃખાવા દરમિયાન કે પછી થઈ શકે છે. માઇગ્રેન મહિલાઓમાં સૌથી વધુ સામાન્ય છે અને એ માટે આનુવંશિકતા જવાબદાર છે. આ દુનિયામાં વ્યક્તિને અક્ષમ બનાવતો છઠ્ઠો સૌથી સામાન્ય રોગ છે.
તમે આ ભયંકર પીડાથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકો છો. ભાવનાત્મક વ્યવસ્થાપનની યુક્તિઓ શીખવાની સાથે, જો તમે આ 3 ખોરાકનું સેવન કરો છો, તો માઇગ્રેન તમારા પર ક્યારેય હાવી નહીં થાય.
માઇગ્રેનના દર્દની અસર ફક્ત તે જ જાણી શકે છે કે જેણે તે દર્દને સહન કર્યું છે. આટલો ખતરનાક દુખાવો, જેમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. વ્યક્તિ ન તો આંખો ખોલી શકે છે અને ન તો શાંતિથી સૂઈ શકે છે. ભયંકર પીડા અને સતત ઉબકા આવવાથી મગજ સુન્ન થઈ જાય છે. આજુબાજુ શું થઈ રહ્યું છે, કંઈ જ સમજાતું નથી. માથાના અંદરના ભાગે હથોડીની જેમ પ્રહાર કરવામાં આવી રહ્યો છે તે જ સમજાય છે. આ પીડામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લેવી જોઈએ.
ડોક્ટરની દવા લીધા પછી, જ્યારે તમારો દુખાવો દૂર થઈ જાય, તો પછી તમારા ઘરના રસોડામાં રાખવામાં આવેલી ત્રણ ખાસ વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરો. આ ત્રણ ખાસ વસ્તુઓ માઈગ્રેનની સમસ્યાને થતા અથવા તો વધતા અટકાવે છે. રસોડાની ત્રણ વસ્તુની વાત કરીએ તો તેમના નામ શું છે, તેમને કેવી રીતે ખાવું અને તેમને ખાધા પછી તમને માઈગ્રેનની સમસ્યામાંથી કેવી રીતે રાહત મળશે, તે અહીં સમજાવવામાં આવ્યું છે...
માઈગ્રેનની સમસ્યા હોય તો આ ત્રણ વસ્તુઓનુ કરો સેવન
- જીરું-એલચી ચા
- સુકી દ્રાક્ષ
- ગાયનું ઘી
કેવી રીતે કરવુ સેવન
સુકી દ્રાક્ષ
- સવારે પથારીમાંથી બહાર નીકળ્યા પછી, સૌથી પહેલા ઓછામાં ઓછું એક ગ્લાસ નવશેકું પાણી, શિયાળામાં હૂંફાળું અને ઉનાળામાં રાત્રે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવો.
- આ પછી તમારા હાથ અને ચહેરો ધોઈ લો અને ફ્રેશ થઈ જાઓ અને પછી એક કપ હર્બલ ટી પીવો. આમાં તમે જીરું-ચા, બ્લેક-ટી, ગ્રીન-ટી વગેરે લઈ શકો છો.
- રાત્રે સુતા પહેલા સુકી દ્રાક્ષ અથવા કિસમિસને પાણીમાં પલાળીને રાખો, જ્યારે પણ તમને કંઈક ખાવાનું મન થાય, તો સૌથી પહેલા તમારે 10 થી 15 સૂકી દ્રાક્ષ અથવા કિસમિસ ખાવી, જે રાત્રે તમે પાણીમાં મુકી હતી.
- આ નિયમનું સતત ત્રણ મહિના સુધી પાલન કરો. પછી તમે પોતે જ ફરક જોશો. માઈગ્રેનની આવર્તન ઘટશે અને માથામાં હલકાપણું આવશે. તે તમને ફોકસ વધારવામાં પણ મદદ કરશે.
જીરું-એલચી ચા
- દિવસ દરમિયાન જ્યારે પણ તમને કંઈક ગરમ પીવાનું મન થાય, જો તમારા માથામાં ભારેપણું હોય તો જીરું-એલચીની ચા બનાવીને પી લો. તેમાં લીલી ઈલાયચીનો ઉપયોગ કરો.
- આ ચા પીવાથી તમારી પાચનક્રિયા મજબુત બનશે અને માઈગ્રેનને ઉત્તેજિત કરતા શારીરિક-માનસિક કારણોમાં પણ રાહત મળશે. આ ચાના સેવનથી શારીરિક થાક અથવા માનસિક તણાવને દૂર કરવામાં મદદ મળે છે.
ગાયનુ ઘી
- રોજિંદા ખોરાક સિવાય, તમે રાત્રે સૂતા પહેલા દૂધમાં ઘી ભેળવીને, સવારે ચા કે કોફીમા ભેળવીને તેનુ સેવન કરી શકો છો. ગાયના ઘીનું સેવન કરવાથી શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
- દેશી ગાયના ઘીની સૌથી મહત્વની વાત એ છે કે જો તમે દરરોજ ઓછામાં ઓછું એક વાર ગાયના દૂધમાં ગાયનું ઘી ભેળવીને સેવન કરો છો, તો કોઈપણ રોગ કે વૃદ્ધાવસ્થા તમારા શરીર પર ઝડપથી પ્રભુત્વ જમાવી શકતી નથી.
તમને અહીં માઈગ્રેનથી બચવા માટે જે ત્રણ ખોરાક વિશે જણાવવામાં આવ્યું છે, તે બધા શરીરમાં વાત-પિત્ત અને કફને સંતુલિત કરવાનું કામ કરે છે. આટલું જાણી લો કે જ્યારે પણ શરીરની અંદર કોઈ પણ પ્રકારનો દુખાવો થાય છે ત્યારે આયુર્વેદ અનુસાર તેને વાત દોષ વધવાનું કારણ માનવામાં આવે છે. પરંતુ માઈગ્રેનના કિસ્સામાં, સામાન્ય રીતે વાત અને પિત્ત બંને શરીરની અંદર અસંતુલિત થઈ જાય છે, તેથી આ દર્દમાં પીડાની સાથે સાથે અન્ય ઘણી બીમારીઓના લક્ષણો એક સાથે દેખાવા લાગે છે. ઉદાહરણ તરીકે, આંખો ન ખોલવી, ઉબકા, ચક્કર, ગભરાટ વગેરે.
આ પણ વાંચો:આ ફૂડ્સનુ કરો સેવન, કબજિયાતની સમસ્યા માટે છે રામબાણ ઈલાજ
Share your comments