Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

હાઇ બ્લડ પ્રેશરની બીમારીથી છુટકારો મેળવવા કરો આટલુ

જો તમે હાઇ બ્લડ પ્રેશરના પેશેન્ટ છો અને તેને મેનેજ કરવા માટે ઘરેલૂ ઉપચારોની મદદ લેવા ઇચ્છો છો તો દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પિઓ.

Sukhadev Thakor
Sukhadev Thakor

જો તમે હાઇ બ્લડ પ્રેશરના પેશેન્ટ છો અને તેને મેનેજ કરવા માટે ઘરેલૂ ઉપચારોની મદદ લેવા ઇચ્છો છો તો દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પિઓ. એક શોધ અનુસાર ટામેટાનો રસ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે-સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરી શકે છે અને હાર્ટ ડિસીઝને ઘટાડવામાં મદદ કરે છે.

હાઇ બ્લડ પ્રેશરને સાઇલેન્ટ કિલર પણ માનવામાં આવે છે. મોટાભાગે આ શરૂઆતી ચેતાવણીના લક્ષણ આપ્યા પહેલા અનિયંત્રિત અને જોખમી સ્તર સુધી પહોંચી જાય છે ત્યારે લોકોને તેના વિશે માહિતી મળે છે. આ પ્રકારની સિચ્યુએશનથી બચવા માટે યોગ્ય સમય પર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે.

 આ રીતે બનાવો ટામેટાનું જ્યુસ

* આ જ્યુસ બનાવવા માટે તમે 3 થી 4 ટામેટાને મિક્સીમાં બ્લેન્ડ કરો

* થોડુક પાણી મિક્સ કરીને ગાળી લો.

* આ જ્યુસને મીઠા વગર પીવું વધારે ફાયદાકારક હોય છે.

કેટલાક લોકો બજારમાં મળતાં પેકેટ જ્યુસનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં પ્રિઝરવેટિવ હોવાને કારણે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. એટલા માટે ઘરે જ જ્યુસ બનાવીને તેનું સેવન કરો.

આ રીતે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે

ટામેટાંના રસમાં બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હોય છે જે લગભગ દરેક લાલ ફળોમાં મળી આવે છે. જે હાર્ટ ડિસીઝને ઠીક કરવા માટે પ્રમુખ ભૂમિકા નિભાવે છે. તેમાં લાઇકોપીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે.

ટામેટાના જ્યુસના બીજા અન્ય ફાયદા

* જો તમે ટામેટાંનો રસ દરરોજ પીઓ છો તો આ હેલ્થને કેટલાય ફાયદા પહોંચાડે છે.

* આંખ અને સ્કિન માટે પણ ઘણો સારો છે.

*  તેમાં રહેલા અલગ અલગ પ્રકારના વિટામિન્સ સોજાને ઘટાડવા અને તમારી કોશિકાઓને મુક્ત કણોથી થતાં નુકશાનથી બચાવે છે.

* ટામેટાંનાં જ્યૂસમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા કેટલાય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ હોય છે જે એક હેલ્ધી શરીર માટે ખૂબ જ જરૂરી છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More