હવે ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. ઉનાળામાં હીટવેવટના કારણે સૌથી વધુ સમસ્યાઓ ઊભી થાય છે પણ શું તમને ખબર છે કે આ હીટ વેવ શું છે અને ભારતમાં સૌથી વધુ હીટવેવ ક્યાં હોય છે.. તો આ આર્ટિકલ તમારા માટે જ છે..
શું છે હીટવેવટ?
હીટ વેવ સામાન્ય રીતે અટકી ગયેલી હવાના કારણે ઉદ્ભવે છે. હાઈ પ્રેશર વાળી સિસ્ટમ હવાને નીચેની તરફ લઈ જાય છે. આ પ્રેશર જમીન પાસે હવાને વધતા રોકે છે. નીચે વહેતી હવા એક ટોપીની જેમ કામ કરે છે. તે ગરમ હવાને એક જગ્યાએ એકઠી કરે છે.
ભારતમાં ક્યાં સૌથી વધારે હીટ વેવ કયાં હોય છે?
સૌથી વધુ હીટવેવ માર્ચથી જૂન મહિના દરમિયાન આવે છે. ક્યારેક ક્યારેક જુલાઈમાં પણ હીટવેવ રહે છે. હીટવેવ ઉત્તર પશ્ચિમનાં રાજ્યો, પૂર્વ અને ઉત્તરના તટીય વિસ્તારોમાં લાગે છે.આ રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણાનો સમાવેશ થાય છે.
હીટવેવથી આટલા આટલા થાય છે નુકસાન
હીટ વેવના કારણે શરીરમાં પાણીની ઘટ, થાક લાગવો, નબળાઈ આવવી, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઊલટી, આંતરડામાં દુખાવો, પરસેવો થવો અથવા હીટ સ્ટ્રોક પણ થઈ શકે છે.
જો શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય તો ઍટેક આવી શકે છે અને માણસ કોમામાં પણ જઈ શકે છે.
લૂ લાગી જાય તો શરીર જકડાઈ જવાથી માંડીને તાવ પણ આવી શકે છે.
કપડામાં ખાસ ધ્યાન રાખવું ખુબ જ ગરમી દરમિયાન સુતરાઉ કપડા પહેરવા
ઉનાળામાં આ ફળો તમને રાખે સ્વસ્થ અને ફીટ
કાકડી
કાકડીમાં ઠંડકનું પ્રમાણ વધારે, ઓછી કેલરી, હાઈ ફાઇબર, એન્ટિ ઑક્સીડેન્ટ, વધારે પ્રમાણમાં પાણી હોય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
દ્રાક્ષ
દ્રાક્ષ (ખાસ કરીને લીલી દ્રાક્ષ) માઇગ્રેન અને ઇન્ડાઇજેશનનો ઇલાજ કરવામાં મદદ કરે છે. અને તે વિઝન, અસ્થમા અને સ્કિન માટે સારી છે, અને તે સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત, કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. એ એન્ટિ-એજિંગ એજન્ટ પણ છે.
નારંગી(ઓરેંજ)
ઓરેંજમાં સોલ્યુબલ ફાયબરનો સારો સ્રોત છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ફાયદાકારક છે. વિટામિન C નો સમૃદ્ધ સ્ત્રોત છે, વિટામીન A પ્રીકર્સર્સ કે જે વિટામિન Aમાં સુધારો કરવા માટે છે, કેલ્શિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે કે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત કરવામાં અને પેક્ટીન સુધારવા માટે મદદ કરે છે.
તરબૂચ
શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે, નર્વ્ઝ અને સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, વિઝન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશન તંત્રને લગતી બીમારીઓને અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ થતાં અટકાવે છે. તે પોટેશિયમ, વિટામીન A અને Cનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. સ્પોર્ટસ પ્લેયર અને માર્કેટીંગની વ્યકિતઓ કે જેઓ ગરમીમાં વધારે રહે છે, તેમને માટે માટે શ્રેષ્ઠ છે.
આ પણ વાંચો:ઉનાળામાં સુપર એનર્જી પીણું : શેરડીનો રસ
Share your comments