ચોમાસામાં જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ચહેરા પરની ત્વચાનુ ખુબજ ધ્યાન રાખવું પડે છે એમા પણ સ્ત્રીઓએ તો તેમના ચહેરાને લઈને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને રાખતી પણ હોય છે.ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચવા માટે સ્કિનને ડ્રાય પરંતુ મોઈશ્ચરાઈઝ રાખવી જોઈએ. આ મુજબ જો તમે ચોમાસાની સીઝન દરમિયાન કરશો તો આપની ત્વચા ચોક્કસથી તંદુરસ્ત અને સુંદર રહેશે.
સોપ ફ્રી ક્લિન્ઝર
- સોપ ફ્રી ક્લિન્ઝર માઈલ્ડ હોય છે અને સ્કિનનું નેચરલ મોઈશ્ચરને કંટ્રોલમાં રાખે છે.
- સોપ ફ્રી ક્લિન્ઝર દ્વારા સ્કિનને સાફ રાખી શકાય છે.
વિટામિન C
- ચોમાસાની સિઝન દરનમમયાન દરરોજ ખોરાકમાં વિટામીન સી જરૂર લો.
- ઓરેન્જ અને લેમન જ્યુસ પીવો.
- સ્કિન પર વિટામિન C સીરમ લગાવો.
એક્સ્ફોલિયેશન
- સ્કિનને સપ્તાહમાં 2-3 વખત સ્ક્રબ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે જેનાથી સ્કિનના ટોક્સિન્સ બહાર થઈ જાય છે.
- સ્કિન પ્રોડક્ટસ સ્કિનની અંદર સુધી જાય છે અને સારી રીતે કામ કરે છે.
ટોનર
- ભેજવાળા વાતાવરણમાં ટોનરનો ઉપયોગ કરો.
- આલ્કોહલ ફ્રી ટોનરથી સ્ક્રિન નોન-ગ્રીસી અને હેલ્ધી રહેશે.
- ગ્રીન ટી અથવા ગ્લાયકોલિક એસિડ યુક્ત ટોનર લઈ શકાય છે
- ગ્રીન ટી અથવા ગ્લાયકોલિક એસિડપીએચ લેવલ જળવાઈ રહે છે અને તે પોર્સ ટાઈટ કરે છે
ગ્રીન ટી અથવા ગ્લાયકોલિક એસિડથી બ્લેમિશ અને એક્ને દૂર થાય છે.
મિનિમલ મેકઅપ
- કોમ્પેલક્શન સુધારવા માટે સીસી ક્રીમ લગાવવી જોઈએ.
- ચોમાસામાં લિપસ્ટિક ન લગાવવી જોઈએ.
- જો તમારે લગાવવુ જ હોય તો નેચરલ લૂક માટે લિપ બામ અથવા લિપ સીરમ લગાવી શકાય છે.
ક્લે માસ્ક
- સપ્તાહમાં બે વખત ફેસ માસ્ક લગાવવું જોઈએ.
- ક્લે માસ્ક લગાવવાથી એક્સેસ ઓઈલ ઓછું થાય છે.
- ક્લે માસ્ક ન લગાવવું હોય તો ગ્રીન ટી માસ્ક પણ લગાવી શકાય છે.
સનસ્ક્રિન
- સનસ્ક્રિનનો ઉપયોગ બારે માસ કરી શકાય છે અને કરવો જ જોઈએ
- ચોમાસામાં નોન ગ્રીસી સનસ્ક્રિનનો ઉપયોગ કરી શકાય છે
- ગ્રીસી સનસ્ક્રિનમાં એસપીએફ 30 હોય.
એન્ટિ ફંગલ પાઉડર
- સ્કિન ઈન્ફેક્શનથી બચવા માટે દરરોજ સ્નાન કરવું અને સ્નાન કર્યા બાદ એન્ટિ ફંગલ પાઉડરનો ઉપયોગ જરૂરથી કરો.
Share your comments