ઘણા બધા લોકોને ઘણ ખરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની ટેવ હોય છે અને વિતારે છે કે મુશ્કેલ ઘડીમાં આપણને ક્યારેક ને ક્યારેક આ વસ્તુ કામ આવશે. એમાય ખાસ કરીને ગૃહિણીઓ, ગૃહિણીઓને શાકભાજી સ્ટોર કરવાની આદત હોય અને તેઓ શાકભાજીને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે ફ્રિજમાં સ્ટોર કરી રાખે છે. પરંતુ જો તમે એ વિચારી રહ્યા છો કે ફ્રિજમાં રાખેલ ચીજવસ્તુ ક્યારેય પણ ખરાબ નહી થાય તો એ તમારો ભ્રમ છે. તમને એ નહી ખબર હોય કે કઈ વસ્તુને કેટલા સમય સુઘી ફ્રીજમાં રાખી શકાય? તો આવો આજે તમને એ જણાવીયે.
કેળાં ફ્રીજમાં ન મુકશો
- ઘણા બધા લોકો એવા હશે કે કેળાને ફ્રીજમાં મુકતા હશે પરંતુ કેળાને ક્યારેય પણ ફ્રીજમાં ન મુકો
- ફ્રીજમાં મુકેલ કેળા ખાવાથી સ્વાસ્થ પર તેની આરોગ્ય પર ગંભીર અસર પડે છે અને અનેક પ્રકારની બીમારીના શિકાર બનીયે છીયે.
- કેળાને ફ્રીજમાં રાખવાથી બીજા ફળો અને શાકભાજી પણ બગડી શકે છે.
- કાપી નાખેલી કેરી, તરબુચને પણ ફ્રીજમાં ના મુકી રખાય.
ડુંગળી,બટાકા અને લસણ જેવી શાકભાજીને ફ્રીજમાં ના મુકવી
ઘણા લોકોની ટેવ હોય છે કે જે ડુંગળી,બટાકા અને લસણને પણ ફ્રીજમાં રાખતા હોય છે પરંતુ તમને જણાવી દઈયે કે ડુંગળી, બટાકા અને લસણ જેવી અન્ય વસ્તુઓ ક્યારેય પ ણ ફ્રીજમાં ન મુકી રાખવી. બટાકાને વેપારી કોલ્ડ સ્ટોરેજમાં મુકે છે જ્યા તેઓ રાસાયણીક પ્રક્રિયા કરીને ડુંગળી બટાકાને રાખતા હોય છે. પરંતુ ઘરના ફ્રીજમાં બટાકા કે ડુંગળી જેવી ચીજ વસ્તુ મુકીયે તો ઠંડીથી બટાકાનું સ્ટાર્ચ સુગર બદલાઈ જાય છે જે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખુબજ હાનિકારક છે
બટાકાને ખુલ્લામાં રાખવા જોઈએ
- ગામડામાં આજે પણ ફ્રીજ નથી. તેમ છતાં, લોકો બટાકાને ખુલ્લામાં સુરક્ષિત રાખે છે.
- બટાકાને કોઈ પણ પેપર બેગમાં નાખી ખુલ્લી જગ્યાએ રાખવા જોઈએ.
- ડુંગળી અને લસણને પણ ફ્રીજમાં ના મુકવા જોઈએ. કારણકે તેની સુગંધ બીજી વસ્તુમાં આવે છે.
મધ અને બ્રેડ
અમુક લોકો મધના બગડી જવાના ડરથી તેને ફ્રીજમાં મુકી દે છે જે ન કરવુ જોઈએ મધને ફ્રીજમાં મુકવુ એ અયોગ્ય છે.જ્યારે આપણે મધને ફ્રીજમાં મુકીએ છીયે ત્યારે તેમા અમુક રાસાયણિક બદલાવ આવે છે અને તે ક્રિસ્ટલમાં તબદીલ થઈ જાય છે. આવુ ક્રિસ્ટલ વાળુ મધ શરીર માટે ખુબજ ઘાટક છે તેની આ મધ ખાવાથી તેની અસર આરોગ્ય ઉપર પડે છે અને ત્યાર બાદ આપણુ શરીર અનેક બિમારીઓનું ઘર બની જાય છે. ઘણા લોકો બ્રેડને પણ ફ્રીજમાં રાખતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે બ્રેડને ક્યારેય પણ ફ્રીઝમાં ના મુકશો ફ્રીજમાં મુકેલ બ્રેડ ખાવાથી તેની પણ શરીર પર ઘણી આડ અસર થાય છે
Share your comments