ડોક્ટર આપણને વારંવાર સલાહ આપતા હોય છે કે આપણે જેમ બને તેમ પાંદડા વાળા શાકભાજી વધારે ખાવા જોઈએ. પાંદડાવાલા શાકભાજીમાં પાલક, મેથી, મૂળા વગેરેનો સમાવેશ થાયછે જે શરીર માટે ખુબજ સારા છે પરંતુ શુ તમે જાણો છો કે પાંદડા વાળા શાકભાજી ખાવાની પણ એક સીઝન હોય છે બારે માસ આપણે પાંદડા વાળા શાકભાજી ન ખાવા જોઈએ અને એમાય ખાસ કરીને વરસાદની ઋતુમાં તો પાંદડા વાળા શાકભાજી ખાવાનુ હંમેશા ટાળવું જોઈએ. ચોમાસાની ઋતુમાં ખાસ કરીને શ્રાવણ મહીનામા આવા લીલા પાંદડા વાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ.
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આ ઋતુમાં આ શાકભાજીનું સેવન કરવાથી શરીરમાં ટેક્સિવ લેવલ વધી શકે છે. એવામાં બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. ચોમાસામાં લીલા પાંદડા વાળા શાકભાજી ખાઈએ તો બીમાર પડી જવાય છે તેના માટે ક્યા કારણો જવાબદાર છે તેના વિશે વિગતે સમજીએ.
- ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં હ્યૂયૂમિડિટી વધારે રહે છે. જે બેક્ટેરિયા અને કિટાણુઓના પ્રજનનનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. તે પાંદડાઓ પર પ્રજનન કરે છે. જેના કારણે તેને ન ખાવું વધુ હિતાવહ રહેશે.
- જો તમે આ ઋતુમાં પાલક, મેથી, ચીલ, રીંગણા, કોબીજ વગેરે ખરીદી રહ્યા છો, તો તેને આ શ્રાવણ માસમાં ખાવાથી બચવું. આ શાકભાજીમાં જીવાત મોટા પ્રમાણમાં પ્રજનન કરે છે. શોધ અનુસાર વરસાદની ઋતુમાં જીવાત વધુ હોય છે. તેના પ્રજનની શ્રેષ્ઠ ઋતુ અને જગ્યા પાંદડાવાળા શાકભાજી હોય છે. તેના પર તેઓ ઇંડા મુકે છે અને પાંદડાઓ ખાઇને તેમનું પોષણ કરે છે.તેથી ચોમાસામાં તેને ન ખાવા જ વધુ હિતાવહ છે.
આ ઋતુમાં ઓછું ખાવું ફાયદાકારક
- આયુર્વેદ અનુસાર આ દિવસોમાં જે લોકો ઓછું ખાય છે તેમનું શરીર વધુ સમય સુધી ફિટ રહે છે.
- વધુ ખાતા લોકોને પેટ વગેરેની સમસ્યા થઇ શકે છે. તે જ કારણ છે કે આ મહીનામાં ઉપવાસની પરંપરા છે.
- 12 કલાક સુધી ઉપવાસ કરવાથી શરીરમાં ડીટોક્સિંગ પ્રક્રિયા શરૂ થઇ જાય છે અને બેકાર કોશિકાઓને શરીર સાફ કરવા લાગે છે.
- ઉપવાસથી નવી કોશિકાઓના નિર્માણમાં ફાયદો મળે છે.
ઉપવાસ રાખવાથી થતા ફાયદા
- હકીકતમાં વ્રત રાખવાથી શરીરમાં અમુક એવા હોર્મોન નિકળે છે, જે ફેટી ટીશ્યૂઝને તોડવામાં મદદ કરે છે.
- સંશોધનમાં જાણવા મળ્યું છે કે શોર્ટ ટર્મ ફાસ્ટિંગથી શરીરનુ મેટાબોલિઝમ વધે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
પાચનતંત્ર પર પ્રભાવ
- ચોમાસાની ઋતુમાં જો તમે પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો છો, તો તેનાથી તમારું પાચનતંત્ર પ્રભાવિત થાય છે અને તમે ડાયરિયા, એસિડિટી, પેટનો દુખાવો જેવી સમસ્યાઓનો
શિકાર બની શકો છો.
- વ્રત રાખીને તમે આ સમસ્યાઓને દૂર કરી શકો છો.
- આમ કરવાથી પેટમાં ગેસની સમસ્યા પણ થતી નથી.
Share your comments