Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શુ તમે જાણો છો ? કે તમારી સૂવાની ટેવ દ્વારા પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

ઊંઘ તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધ ધરાવે છે. જો તમને નિરાંતની નિંદ્રા આવે છે, તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ઊંઘવાથી આરોગ્યની ઘણી સમસ્યાઓનો અંત આવી શકે છે. રાત્રે પૂરતી ઉંઘ લીધા બાદ સવારે જ્યારે આપણે ઉઠીયે છીએ ત્યારે આપણુ શરીર એક દમ ફ્રેશ હોય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

ઊંઘ તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધ ધરાવે છે. જો તમને નિરાંતની નિંદ્રા આવે છે, તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ઊંઘવાથી  આરોગ્યની ઘણી સમસ્યાઓનો અંત આવી શકે છે. રાત્રે પૂરતી ઉંઘ લીધા બાદ સવારે જ્યારે આપણે ઉઠીયે છીએ ત્યારે આપણુ શરીર એક દમ ફ્રેશ હોય છે. આપણી રોગપ્રતિકારક સહિત શરીરની મહત્વપૂર્ણ પ્રક્રિયાઓને સમર્થન આપવામાં મદદ કરે છે. આપણી રોગપ્રતિકારક શક્તિ શરીરને ચેપ અને પેથોજેન્સથી સુરક્ષિત કરે છે. તે ફક્ત આહાર અથવા તમારી જીવનશૈલી પર આધારિત નથી, પરંતુ ઊંઘનું શેડ્યૂલ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા અને બધા પેથોજેન્સ સામે લડવા માંગતા હો, તો તમારે દરરોજ 7-8 કલાક સતત સૂવું જોઈએ.

એન્ટી-ઇન્ફ્લેમેટરી પ્રોટીન અને ટી-સેલના ના ત્તત્વો બને

ઊંઘવાથી શરીરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી પ્રોટીન અને ટી-સેલના ના ત્તત્વો બને છે જે એન્ટિજેન્સને લડીને અને લક્ષ્ય દ્વારા આપણા શરીરનું રક્ષણ કરે છે. પૂરતી ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

વાતાવરણ પણ મહત્વની ભૂમિકા ભજવે છે

જો તમારે શાંતિની ઊંઘ લેવી હોય તો તેમાં આજુબાજુનું વાતાવરણ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તમે જે રૂમમાં ઊંઘો છો તે રૂમમાં શાંતિમય અને ઠંડક ભર્યુ વાતાવરણ હોવું જોઈએ. ઊંઘતા સમયે રૂમમાં લાઈટ બંધ કરી દેવી જોઈએ કેમ કે અંધારામાં જલ્દી ઊંઘ આવી જાય છે અને લાંબ ઊંઘ લઈ શકાય છે.

ઊંઘતા પહેલા સ્નાન કરવું

જો તમે બહારથી આવો છો કે કામ પરથી આવો છો તો તમારે સૌ પ્રથમ સ્નાન કરી લેવું જોઈએ કારણ કે સ્નાન કરવાથી આપણુ આખુ શરીર રીલેક્ષ થઈ જાય છે દિવસ દરમિયાન આપણે શારીરીક કે માનસિક જે કામ કરીયે છીયે તેના કારણે આપણને શારિરીક કે માનસિક થાક અનુભવાય છે અને શરીરમાં એક પ્રકારનો તણાવ અનુભવાય છે પરંતુ જો આપણે સ્નાન કરી લઈએ તો આ તમામ થાક શરીરમાંથી ઉતરી જાય છે અને સ્નાન કર્યા પછી ઉંઘીયે તો ઊંઘ પણ સારી આવે છે એટલે સારી અને પૂરતી ઊંઘ લેવી હોય તો સ્નાન કરવું ખૂબજ જરૂરી છે.

ઈલેક્ટોનિક ઉપકરણો નાઈટ મોડમાં રાખો

ઘણા લોકોને ઊંઘતા પહેલા મોબાઈલ,લેપટોપ કે ટીવી જોવાનો શોખ હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે જો તમે ઊંઘતા પહેલા આ વસ્તુનો ઉપયોગ કરતા હોય તો તેને નાઈટ મોડમાં કરી દો કારણ કે જ્યારે આ ઉપકરણો નોર્મલ મોડમાં હોય છે ત્યારે તેમાથી વાદળી રંગનો પ્રકાશ આવતો હોય છે જે આંખો માટે ખુબજ ઘાતક છે માટે  આ ઉપકરણોનો ઊંઘતા પહેલા ઉપયોગ કરતા હોય તો નાઈટ મોડમાં કરવો નાઈટ મોડ માં જોવાથી તેમાથી વાદળી પ્રકાશ આવવાનું બંધ થઈ જાય છે

કસરતો કરવી

તમારે વધુ સારી અને લાંબી ઊંઘ માટે કસરતનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કસરત તમને શારીરિક રીતે તંદુરસ્ત રાખે છે, પરંતુ હોર્મોનલ ફ્લોના પ્રમાણને પણ નિયંત્રિત કરે છે જે ઊંઘ માટે મહત્વપૂર્ણ છે.

મેડિટેશન કરવાનો પ્રયાસ કરો

દિવસના તણાવથી છૂટકારો મેળવવા મેડિટેશન કરવાનો પ્રયાસ કરો. જો તમે સંપૂર્ણપણે તણાવમુક્ત છો, તો પછી તમે સારી ઊંઘ મેળવી શકો છો. ધ્યાન (મેડિટેશન) નર્વસ સિસ્ટમનું નિયમન કરે છે જે તમને સારી ઊંઘમાં અપાવી દે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More