હળદર
હળદર શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ સિવાય તેનાથી સૂકી ખાંસી પણ મટે છે. હળદરમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે, જે સૂકી ખાંસીને મટાડે છે અને ગળાના ચેપને પણ દૂર કરે છે. તમે દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને પી શકો છો.
મેથીના દાણા
મેથી દાણામાં એન્ટીબેકટેરિયલ પ્રોટીન રહેલા હોવાથી વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે. આટલું જ નહીં મેથી દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોવાથી તે આપણા શરીરનો કચરો બહાર કાઢે છે, જેના કારણે પાચનક્રિયા સુધરે છે.
કફમાં પણ રાહત મળે
હળદર, મેથી અને સુંઠની તાસીર ગરમ હોય છે, તેથી આ વસ્તુનું સેવન કરવાથી વાત અને કફ દોષમાં રાહત મળે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, જ્યારે શરીરમાં વાત અથવા કફ દોષ વધે છે, ત્યારે શરીરમાં ઘણા રોગો થાય છે. હળદર, મેથી અને સૂકું આદુ એકસાથે લેવાથી શરીરમાં વાત અને કફને કંટ્રોલ કરી શકાય છે.
મધનો ઉપયોગ
મધ કફ દૂર કરવા માટે બેસ્ટ ઉપાય છે. તેના માટે હર્બલ ટીમાં અથવા 1 કપ નવશેકા પાણીમાં 1 ચમચી શુદ્ધ મધ મિક્સ કરીને દિવસમાં 2વાર પીવો. આનાથી કફ છૂટો પડશે અને દૂર થવા લાગશે. છાતી અને ગળાનો કફ દૂર કરવા 2 કપ પાણીમાં એલચી, લવિંગ, મરી, આદુ, ફુદીનો, તુલસી અને સહેજ ગોળ નાખીને ઉકાળો.
આ પણ વાંચોઃશિયાળામાં દહીંઃ શું શિયાળામાં દહીં ખાવાથી સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર, જાણો શું છે માન્યતા
Share your comments