Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ખાલી પેટે ભૂલથી પણ ન કરતા આ ફળોનું સેવન, શરીર માટે છે ખુબજ હાનીકારક

બધા કહે છે કે સવાર સવારમાં ફળ ખાવા શરીર માટે યોગ્ય ગણાય છે અને શરીર માટે ફાયદાકારક પણ છે પરંતુ આપ નહી જાણતા હોય કે બધા ફળ સવાર સવારમાં ભૂખ્યા પેટે ખાવા એ યોગ્ય નથી

Sukhadev Thakor
Sukhadev Thakor

બધા કહે છે કે સવાર સવારમાં ફળ ખાવા શરીર માટે યોગ્ય ગણાય છે અને શરીર માટે ફાયદાકારક પણ છે પરંતુ આપ નહી જાણતા હોય કે બધા ફળ સવાર સવારમાં ભૂખ્યા પેટે ખાવા એ યોગ્ય નથી કેટલાક એવા પણ ફળ છે જે ભૂખ્યા પેટે ક્યારેય ન ખાવા જોઈએ જો ભૂખ્યા પેટે આ ફળ ખાઈએ તો શરીરમાં તે કેટલીક વિપરીત અળચળો પેદા કરે છે. તો આજે હુ તમને જણાવીસ કે ક્યા ફળો ભૂખ્યા પેટે ન ખાવા જોઈએ ક્યા ફળો ખાવા જોઈએ.

સવારે ફળોનું સેવન કરવાથી આરોગ્ય અને શરીર માટે  સારુ ગણાય છે. પણ તમે નહી જાણતા હોવ કે, એવા કેટલાક ફળો છે જેને ખાલી પેટ ક્યારેય પણ ન ખાવા જોઈએ. ખાલી પેટે સાઇટ્રસ ફ્રૂટસ એટલે કે ખાટા ફળોનું સેવન કરવાથી એસિડિટી વધી શકે છે. સાઇટ્રસ ફળોમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે જે ખાલી પેટે ખાવા તે જોખમી છે. તેમાં નારંગી, મોસંબી, લીંબુ, કીવી જેવા ફળોનો સમાવેશ થાય છે જે ક્યારેય ભૂલથી પણ ભૂખ્યા પેટે ન ખાવા જોઈએ.

ખાલી પેટે ન ખાતા  આ 3 ફળો

કેળા

કેળામાં ઘણા બધા પોષક તત્વો રહેલ છે કેળા એ શરીર માટે સારો ખોરાક ગણાવી શકાય છે. કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. પરંતુ ખાલી પેટ કેળા ખાવા શરીર માટે ખુબજ હાનિકારક અને જોખમી છે . ભૂખ્યા પેટે કેળા ખાવાથી પેટમાં ભારે ભારે લાગે છે કેળામાં જે  પૌષ્ટિક તત્વો રહેલ છે તેને ખાલી પેટે પચાવવા ખુબજ મુશ્કેલ છે જેથી ઉલટી (વોમિટિમગ) થવાની શક્યાતા રહેલ છે.

નારંગી-મોસંબી

નારંગી અને મોસંબી ક્યારેય પણ ખાલી પેટે ન ખાવી કારણ કે નારંગી અને મોસંબીમાં ભરપૂર માત્રામાં સાઈટ્રિક એસિડ રહેલ છે અને સાઈટ્રિક એસિડ ખાલી પેટમાં જવાથી પેટમાં બળતરા થાય છે અને પેટમાં બળતરા થવાથી પણ એસિડિટી થવાનું જોખમ વધી જાય છે

દ્રાક્ષ

તમને બધાને ખબર જ હશે કે દ્રાક્ષ ખાટી હોય છે તેથી તેને ખાલી પેટે ન ખાવી જોઈએ. દ્રાક્ષમાં એસિડ વધુ પ્રમાણમાં હોય છે. તેના કારણે ગેસ્ટ્રિક, એસિડ, અલ્સર અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સવારના નાસ્તામાં આ વસ્તુઓ છે શરીર માટે ફાયદાકારક

પલાળેલી બદામ

બદામ અને તેના ફાયદા વિષે તો મોટા ભાગના લોકો જાણતા જ હશે અને ખાતા પણ હશે પરંતુ બદામને ખાવાની પણ એક પદ્ધતિ છે જો એ પદ્ધતિને અનુસરીને બદામનું સેવન કરવામાં આવે તો તે શરીર માટે ખુબજ ફાયદાકારક છે સવારે ખાલી પેટે બદામ ખાવી પણ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક છે. બદામમાં મેંગેનીઝ, વિટામિન ઇ, પ્રોટીન, ફાઇબર, ઓમેગા -3 અને ઓમેગા -6 ફેટી એસિડ્સ પૂરતા પ્રમાણમાં હોય છે. આમ બદામનું સેવન સવારે કરવામાં આવે તો તે શરીર માટે ખુબજ ફાયદાકારક સાબિટ થઈ શકે છે પરંતુ તેના માટે રાત્રે સૂતા પહેલા બાઉલમાં થોડો બદામના બી પલાડી નાખવા અને સવારે ઉઠીયે ત્યારે સૌ પ્રથમ પલાડેલ બદામ ખાવા જે શરીર માટે ખુબજ ફાયદાકારક છે.

ગરમ પાણી સાથે મધ

મધ એટલે કે હની હની વિશે કોણ નથી જાણતું જો સવારે ગરમ પાણીમાં મધ મિક્ષ કરીને પીવામાં આવે તો આરોગ્ય માટે ઘણા ફાયદાકારક છે. મધમાં વિટામિન અને ફ્લેવોનોઇડ્સ હોય છે જેનાથી આપણું  પેટને સાફ રહે છે. ગરમ પાણી અને મધનું મિશ્રણ કરીને પીવાથી શરીરમાં રહેલા તમામ ઝેરી ત્તવોનો બહાર નિકાલ થઈ જાય છે.

નટ્સ

સવારના નાસ્તામાં બદામ ખાવી આંતરડા માટે ખૂબ ફાયદાકારક છે. તે પાચનમાં સુધારાની સાથે તમારા પેટના પીએચ લેવાલને પણ સંતુલિત કરે છે. તમે તમારા દૈનિક આહારમાં સુકી દ્રાક્સ, બદામ અને પિસ્તાનો સમાવેશ કરી શકો છો. જો કે, તમારે તેમને ઓછા પ્રમાણમાં જ ખાવું જોઈએ. કારણ તેનાથી પિમ્પલ્સ અને વજનમાં વધારો શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More