શરીરમાં પાણીની ખામી અનેક મોટી મુસીબતને નોંતરે છે. દિવસમાં ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી એક વ્યક્તિ માટે જરૂરી છે. જાણો ઓછું પાણી પીવાથી શરીરના કયા અંગોને કેવી રીતે નુકસાન થાય છે.
પાણી પીવું હેલ્થને માટે વધારે લાભદાયી માનવામાં આવે છે. અનેક પ્રકારની બીમારીઓને શરીરથી દૂર રાખે છે. જો શરીરમાં પાણીની ખામી હોય તો ડિહાઈડ્રેશન, કિડની ફેલ થવી, મૂત્રમાં બળતરા અને કિડનીમાં પથરી જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું દરેક માટે જરૂરી છે. આ સિવાય એ ધ્યાન રાખવું કે તમે જરૂર કરતા વધારે પાણી પી નથી રહ્યાને. શરરીમાં વધારે પાણીથી પણ નુકસાન થઈ શકે છે. પાણીના વધારે સેવનથી ઈલેક્ટ્રોલાઈટ ઈમ્બેલેન્સ કે લો સોડિયમ એટલે કે શરીરમાં સોડિયમની ખામી જેવી સમસ્યા હોઈ શકે છે. તેના લક્ષણોમાં ઉલ્ટી, માથાનો દુઃખાવો, અને મિતલીની સમસ્યા સામેલ છે. કહેવાય છે કે વ્યક્તિએ રોજ 8-10 ગ્લાસ પાણી પીવું. વિશેષજ્ઞ કહે છે કે તમને જેટલી જરૂર હોય તેટલું પાણી પીવું જોઈએ.
મસ્તિષ્ક પર પણ કરે છે અસર
શરીરમાં પાણીનું વધારે પ્રમાણ હોવાથી સોડિયમનું લેવલ ઘટે છે. એવામાં બ્રેન સેલ્સમાં સોજાની સમસ્યા રહે છે. આ કારણે બ્રેન ડેમેજ, ચાલવા ફરવા, વાત કરવા અને ભ્રમની સ્થિતિની સામનો કરવો પડી શકે છે. આ માટે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી બને છે. પણ વધારે ન હોય તેનું ધ્યાન રાખો.
માંસપેશીઓમાં જકડનની સમસ્યા હોઈ શકે છે
જો શરીરમાં સોડિયમની ખામી હોય તો માંસપેશીમાં નબળાઈ અને એંઠનની સમસ્યા હોઈ શકે છે. આ સિવાય વધારે પાણી પીવાથી શરીરને ઈલેક્ટ્રોલાઈટનું સંતુલન ખોવાઈ જાય છે. તેનાથી થાક અને સુસ્તીની સમસ્યા પણ થઈ શકે છે.
કિડની પર પડે છે ખરાબ અસર
જરૂર કરતા વધારે પાણી પીવું અને તેની અસર કિડની પર થાય છે. કિડનીનું કામ પાણીને ફિલ્ટર કરવા, અપશિષ્ટ મીઠું અને ઝેરીલા તત્વોને મૂત્રની મદદથી શરીરથી બહાર કાઢવાનો હોય છે. જો તમે વધારે પાણી પી લો છો તો સ્વાભાવિક છે કે કિડની પર કામનો બોજ વધે છે. એવામાં કિડની ફેલનો ખતરો વધી શકે છે. આ માટે જેટલી તરસ લાગી હોય તેટલું પાણી પીવું યોગ્ય છે.
Share your comments