ડૉક્ટર્સ દ્વારા એર સ્ટડી કરવામાં આવી છે કે જે લોકો દારુનું સેવન કરે છે તે લોકોને કેન્સર થવાની વધારે શક્યતા રહેલ છે લોકોને ચેતવણી આપી છે. એક રીપોર્ટ પ્રમાણે 2020ના વર્ષમાં આલ્કોહોલના સેવનથી કેન્સરના 7.5 લાખ કરતા વધારે નવા કેસ નોંધાયા હતા. આ રિપોર્ટમાં અમેરિકાનો લોકોમાં વધારે કેન્સરના કેસ સામે આવ્યા હતા એનો મતલબ એ છે કે આ દરમિયાન અમેરિકામાં સૌથી વધારે લોકોએ દરૂનું સેવન કર્યુ છે
2020માં અભ્યાસ પ્રમાણે સામે આવેલા કેન્સરના 4 ટકા કેસ માત્રને માત્ર આલ્કોહોલનું સેવન કરવાથી જ વધ્યા છે. જે લોકો નિયમિત દારૂનું સેવન કરે છે તે લોકોમાં કેન્સર વધારે જોવા મળ્યુ છે. કેન્સરના મોટા ભાગના કેસ એવા લોકોમાં જોવા મળ્યા જેમણે એક દિવસમાં 2થી વધારે વાર દારૂ પીતા હોય છે. પૂરી વિશ્વમાં એક લાખ કરતા વધારે લોકોમાં આ સરેરાશ આનાથી ઓછી હતી.
ડૉક્ટર ડેવિડ ઓડેલ જે નોર્થ વેસ્ટર્ન મેડિસિનમાં થોરેસિક સર્જન છે અને તેમના કહેવા પ્રમાણે આલ્કોહોલ એક ઉત્તેજક પદાર્થ છે. આલ્કોહોલ આપણા માઉથની લાઈનિંગ, ગળા, પેટમાં રોગ પેદા કરે છે. આપણુ શરીર આવી બીમારીઓ સામે લડવા પૂરે પૂરો પ્રયાર કરે છે પરંતુ દારૂ પીવાથી રોગપ્રતિકારક શક્તિઓ ઘટતી જાય છે જેના કારણે શરીરમાં નાની નાની બીમારીઓ સામે પણ રક્ષણ મેળવી શકતા નથી અને આ બિમારીઓ અંતામાં કેન્સરનું રૂપ ધારણ કરે છે.
આલ્કોહોલ સાથે સંકળાયેલા કેન્સરના 75 ટકા કેસ માત્ર પુરૂષોમાં નોંધાયા છે. મોટા ભાગના કેસમાં આલ્કોહોલથી થતું કેન્સર લિવર અને ગળાથી પેટ સુધી જતી નળી સાથે સંકળાયેલું જોવામાં આવ્યું છે. જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર સૌથી વધારે કોમન હતું.
આ અભ્યાસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મહામારીના કારણે આલ્કોહોલના વપરાશમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે પણ એક સર્વે દરમિયાન બે તૃતિયાંશ અમેરિકનોએ કબૂલ્યું હતું કે, મહામારી દરમિયાન તેમની દારૂની લત પહેલા કરતા વધી છે.
Share your comments