આપણે અનેક વસ્તુમાં સારો ટેસ્ટ લાવવા માટે ચટણી ખાતા હોઈએ છીએ પરંતુ તમે ક્યારેય બાજરી અને આમળાની ચટણી ખાધી છે જો ના ખાધી હોય તો ખાવાનું ચાલુ કરી દો આમળા અને બજરીના મીક્સિંગથી બનાવેલ ચટણી સ્થાસ્થય માટે ખુબજ લાભદાયી છે આજે તમને અમે શીખવાડીશુ કે કઈ રીતે બાજરી અને આમળાની ચટણી બનાવવી.
બાજરી આમળાની ચટણી ખાઓ.
બાજરી આમળાની ચટણી ખાવામાં જેટલી સ્વાદિસ્ટ છે તેટલી જ આરોગ્ય માટે ફાયદાકારક પણ છે. તમને બધાને ખબર જ હશે કે આમળા ત્વચા માટે ખુબજ ગુણકારી માનવામાં આવે છે આમળામા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાની સમસ્યા દૂર કરવામાં ઘણુ સહાયરૂપ બને છે. આમળાની અને બાજરીની ચટણી કેવી રીતે બનાવવી અને તેના ફાયદા શુ છે તેના વિશે જાણીએ
બાજરી આમળાની ચટણી બનાવવા માટેની સામગ્રી
- કપ અંકુરિત બાજરી
- 4 આમળા
- અડધો કપ પાલ્મ સુગર
- 3 લીલા મરચાં
- 1/2 tsp હળદર
- 1/2 tsp વરિયાળી
- 1/2 tsp અજમો
- 1/4 tsp હિંગ
- એક કપ પાણી
- તાજા ફુદીનાના પાન
- 2 tbsp કોલ્ડ પ્રેસ્ડ સરસવનું તેલ
બાજરી આમળાની ચટણી બનાવવાની રીત
- પ્રેશર કૂકરમાં તેલ, સરસવ, વરિયાળી, મેથીના દાણા, હિંગ અને લીલા મરચાં નાખો.
- હવે તેમાં અંકુરિત બાજરી ઉમેરો અને તેને સારી રીતે પકાવા દો.
- આ પછી આમળા, મીઠું અને હળદર ઉમેરો. તેને મધ્યમ તાપ પર પકાવા દો.
- હવે તેમાં થોડું પાણી, ફુદીનાના પાન નાખીને તેને પકાવો.
- પ્રેશર કુકરને મધ્યમ તાપ પર 15 મિનિટ સુધી પકાવો.
- કૂકર ખુલે એટલે તેમાં ખજૂર ખાંડ ઉમેરો. હવે આ બધી વસ્તુઓને મિક્સરમાં નાખીને પીસી લો.
- આ ચટણીને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો અને તમારી મનપસંદ વાનગી સાથે સર્વ કરો.
આમળાના ફાયદા
- આમળા એક સુપરફૂડ છે જે સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.
- આ તમારી ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે.
- તે પાચન તંત્રને મજબૂત બનાવે છે.
બાજરીના ફાયદા
- બાજરી સ્વાસ્થ્ય માટે પણ સારી છે.
- તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન્સ પૂરતા પ્રમાણમાં હોય છે
- બાજરી મુખ્યત્વે રાજસ્થાન અને હરિયાણામાં ખાવામાં આવે છે.
- તે શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.
- આમળા અને બાજરી બંને પોષક તત્વોથી સમૃદ્ધ છે.
Share your comments