Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ન્યુરોલોજીસ્ટની ચેતવણી-શિયાળામાં ઠંડા પાણીથી નહાવાથી આવી શકે છે હાર્ટ એટેક

શિયાળામાં કેટલાક લોકો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું જણાવી ઠંડા પાણીથી નહાવાનું પસંદ કરે છે. પરંતુ ડોકટરોના મતે આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja

શિયાળાના આગમનની સાથે જ હૃદયને લગતી બીમારીઓમાં વધારો થાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધે છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. જો કે, ઘણા લોકો ઠંડા પાણીના ફુવારામાં શાવર લેવાનું પસંદ કરે છે અને તેને બળતરા ઘટાડવા, દુખાવો દૂર કરવા, તણાવ અને થાક ઘટાડવા માટે આવશ્યક ગણાવે છે. પરંતુ આ સલાહ તમને ભારે પડવાની શક્યતા છે કારણ ઠંડા પાણીથી ન્હાવાથી તમને હર્ત અટેક આવવાનું જોખમ અતિશય વધી જતું હોવાનો દાવો ન્યુરોલોજીસ્ટોએ કર્યો છે. 

હાર્ટ એટેક અથવા સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે શરીરના સ્નાયુઓને પૂરતું લોહી મળતું નથી અથવા લોહીના ગઠ્ઠાને કારણે ધમનીઓમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે અને શરીરમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય છે, તેના શરીર પર ખતરનાક પરિણામો આવી શકે છે.

આ સિવાય અન્ય ઘણા કારણો પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. જેમ કે વધતી ઉંમર, આનુવંશિકતા, બ્લડ પ્રેશરની બીમારી, કોલેસ્ટ્રોલ કે જીવનશૈલી પણ સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. આવી જ એક જીવનશૈલી શાવર અથવા સ્નાન છે, ખાસ કરીને શિયાળામાં જ્યારે તમે ઠંડા પાણીથી સ્નાન કરી રહ્યા હોવ.

ઠંડા પાણીથી નહાવાની શરીર પર અસર

તબીબોના મતે, ઠંડા પાણીનો અચાનક સંપર્ક હૃદય રોગથી સંબંધિત લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઠંડુ પાણી શરીરની રક્તવાહિનીઓને સંકુચિત કરે છે અને લોહીના પ્રવાહને ધીમો પાડે છે. આવી સ્થિતિમાં, હૃદય પર વધુ બોજ પડે છે અને તે શરીરમાં રક્ત પરિભ્રમણ કરવાની તેની કાર્ય ક્ષમતાને વધારે છે. જ્યારે હૃદય જોરથી ધબકે છે ત્યારે આપણને તેની અસર અનુભવાય છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More