ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે લોકોને ડાયાબિટીસ હોય એમણે પોતાના ડાયટ તેમજ હેલ્થ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો : શરદી કે તાવમાં ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ઉલમાંથી પડશો ચૂલમાં
ડાયાબિટીસના દર્દીઓ જો વેજિટેરિયન હોય તો તેમણે ડાયટ પ્લાનમાં ઘણા બધા પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનને એડ કરવાં જોઈએ. ટાઇપ-ટુ ડાયાબિટીસના નોન વેજિટેરિયન લોકો માટે શાકાહારી આહારનું પાલન કરવાનું થોડું અઘરું પડી શકે છે, કારણ કે મીટ, ફિશ જેવી એનિમલ પ્રોડક્ટ્સ સિવાય પ્રોટીનનો વિકલ્પ સીમિત થઇ જાય છે. બ્લડ શુગરને બેલેન્સ રાખવા માટે ક્વોલિટી ફાઇબર કાર્બોહાઇડ્રેટ લેવું ખૂબ જરૂરી છે, જ્યારે એક મીલમાં સોલિડ પ્રોટીનને એડ કરવું જોઇએ. વેજિટેરિયન હોય તેવા ડાયાબિટીસના લોકોએ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વેજિટેરિયન ડાયટ લેવો એ ડાયાબિટીસની સારવાર નથી, પરંતુ નોન-વેજિટેરિયન ડાયટ કરતાં આના લાભ અનેક પ્રકારે છે. વેજિટેરિયન ડાયાબિટીસ પેસેન્ટ્સનું ડાયટ પ્લાનિંગ હેલ્ધી હોવું જોઇએ, જેથી કરીને બ્લડ શુગર કંટ્રોલમાં રહે અને કોઈ કોમ્પ્લિકેશન ના આવે.
ડાયટમાં આ ત્રણ વસ્તુઓ ખાસ એડ કરો
પર્યાપ્ત પ્રોટીન લો
જ્યારે વાત ડાયાબિટીસની આવે ત્યારે પ્રોટીન એક જરૂરી ન્યૂટ્રીઅન્ટ છે. તે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. આ સાથે જ ડાયજેશન સિસ્ટમ પણ સુધારે છે, જેથી બ્લડ શુગરને રેગ્યુલેટ રાખવામાં મદદ મળે છે. સામાન્ય રીતે જ્યારે આપણે પ્રોટીન વિશે વાત કરીએ ત્યારે ખાસ કરીને વેજિટેરિયન ફૂડમાં બીન્સ, નટ્સ, સીડ્સ, હોલ ગ્રેન જેવી અનેક વસ્તુઓ સામેલ થાય છે.
પૂરતા પ્રમાણમાં ગુડ ફેટ્સ લો
વેજિટેરિયન ડાયટને ફોલો કરતા લોકોમાં બેડ કોલેસ્ટ્રોલ વધુ પ્રમાણમાં જોવા મળે છે, જોકે આની પાછળનું કારણ એ છે કે વેજિટેરિયન ડાયટમાં પોલીસેચ્યુરેટેડ એન-૬ ફેટી એસિડ, ફાઇબર અને પ્લાન્ટ સ્ટેરોલ્સ અને સેચ્યુરેટેડ ફેટ લો હોય છે. આ માટે તમારા ડાયટમાં ફ્લેક્સ સીડ, અખરોટ, સોયાને એડ કરી શકો છો.
હાઈ ફાઈબર કાર્બોહાઈડ્રેટ્સ
સામાન્ય રીતે વેજિટેરિયન લોકો નોન વેજિટેરિયન લોકોની તુલનામાં વધારે ફાઇબર લેતા હોય છે. હાઇ ફાઇબર ડાયટ બ્લડ શુગરને રેગ્યુલેટ કરવામાં, કોલેસ્ટ્રોલને લો રાખવામાં મદદરૂપ બને છે. આ માટે ડાયાબિટીસવાળા લોકોએ હંમેશાં હાઇ ફાઇબર ખોરાકને ડાયટમાં એડ કરવો જોઈએ.
Share your comments