જો તમે પીએમ કિસાનના લાભાર્થી છો, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે.
મળતી માહિતી મુજબ પીએમ કિસાન યોજના (પીએમ કિસાન) દ્વારા 10 મો હપ્તો બહાર પાડવાની તારીખ જાહેર થઈ ગઈ છે. સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં 10 હપ્તો ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે.
મોદી સરકાર 15 ડિસેમ્બર 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM KISAN યોજના) નો 10 મો હપ્તો બહાર પાડવાની તૈયારી દર્શાવી રહી છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો મોદી સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ ખેડૂતોના ખાતામાં જ સીધા નાણાં ટ્રાન્સફર કર્યા હતા.
પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ લેવા માટે તમારે નોંધણી કરાવવી જરૂરી છે અને જો નોંધણી કરાવવી જરૂરી છે અને જે ખેડૂતે નોંધણી નહી કરાવેલ હોય તે ખેડૂતને આ યોજનાનો લાભ નહી મળી શકે. માટે નોંઘણી કરાવવા માટે નીચે પ્રમાણે અનુસરો.
- પહેલા PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જવું.
- હવે ફાર્મર્સ કોર્નર પર જાઓ.
- અહીં ‘ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન’ ના વિકલ્પ પર ક્લિક કરો.
- પછી તમારે આધાર નંબર દાખલ કરો.
- બાદમાં કેપ્ચા કોડ દાખલ કરીને રાજ્યની પસંદગી કરવી પડશે અને પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
- ફોર્મમાં તમારી સંપૂર્ણ વ્યક્તિગત માહિતી ભરો.
- , બેંક ખાતાની વિગતો અને ખેતર સંબંધિત માહિતી ભરો.
- તે પછી તમે ફોર્મ સબમિટ કરો.
આ પણ વાંચો - PMKSY: વૃદ્ધ ખેડૂતોને મળશે પેન્શન, સરકાર દર મહિને આપશે રૂ.5000
Share your comments