 
    ખેડૂતોની આવકને બમણી કરવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. આ પૈકીની એક PM કુસુમ યોજના છે. પીએમ કુસુમ યોજનાની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. 2020 ના બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આ યોજનાનું વિસ્તરણ કર્યુ છે. ખેડૂતોને ખેતરોમાં સિંચાઈ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ક્યારેક વધુ અને ક્યારેક ઓછા વરસાદથી ખેડૂતોના પાકને ઘણું નુકસાન થાય છે. ખેડૂતોની આ સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ‘કુસુમ યોજના’ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા ખેડૂત પોતાની જમીન પર સૌર ઉર્જા ઉપકરણો અને પમ્પ લગાવીને ખેતરમાં સિંચાઈ કરી શકે છે.
 
    સોલાર પેનલ લગાવી પણ આવક વધારી શકાય છે
- 
ખેડૂત તેની જમીન પર સોલાર પેનલ લગાવીને વીજળીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. 
- 
વધારાની વીજળી પેદા કરી ગ્રીડ પર મોકલી અને કમાણી પણ કરી શકે છે. 
‘કુસુમ યોજના’નાં ત્રણ ભાગ છે.
કમ્પોનન્ટ-એ, બી અને સી. ઘટક-એમાં ખેડૂતોને તેમની જમીન પર પોતાનો સોલર પ્લાન્ટ લગાવવાનો હોય છે. ઘટક બી અને સીમાં, ખેડૂતોના ઘરો અને તેમના ખેતરોમાં પમ્પ લગાવવાના હોય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતરો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો છે.
સંયુક્ત સચિવ અમિતેશ કુમાર કહે છે કે સરકાર તરફથી સૌર પ્લાન્ટ માટેની યોજના છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી 30 ટકા સબસિડી આપવામાં આવશે. અને જો રાજ્ય સરકાર ઈચ્છા હોય તો, બાકીના નાણાંનું રોકાણ કરીને પ્લાન્ટ સ્થાપી શકે છે અથવા તેઓ ખાનગી વિકાસકર્તાને મધ્યમાં લાવીને પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે.
ડીઝલની બચત થશે
કોઈ ખેડૂત સોલાર પ્લાન્ટ પોતાના ખેતર પર લગાવશે અને પિયત માટેના ડીઝલ પંપને સોલાર પંપમાં બદલી નાખશે, તો ડીઝલના ખર્ચમાં ઘટાડો થશે અને આજે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવમાંથી આ પ્લાન્ટ લગાવ્યા બાદ મોટી રાહત મળી શકે છે
આ યોજનાની વિશેષ બાબત એ છે કે સૌર પ્લાન્ટ સ્થાપવા માટે તમારે માત્ર 10 ટકા રકમ જ રોકાણ કરવાની રહેશે. બાકીના 90 ટકા ખર્ચ સરકાર અને બેંક કરશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સબસિડી પર સોલર પેનલ આપવામાં આવે છે. રાજ્ય સરકાર સોલાર પેનલ્સ પર 60 ટકા સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલે છે. સાથે જ બેંક દ્વારા 30 ટકા સબસિડી આપવામાં આવે છે.
 
                                     
                                     
                                     
                                     
                                     
 
                         
                         
                         
                         
                        
Share your comments