Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

કોરોના કાળ માં આત્મનિર્ભર બનવા માટે સરકાર 3 ટકા વ્યાજ દરે આપી રહી છે લોન ! જલ્દી કરો અરજી અને મેળવો લાભ !

કેન્દ્રની મોદી સરકાર આત્મનિર્ભ બનવા માટે 3 ટકા પર લોન આપી રહી છે. આ વિકટ પરિસ્થિતિ લોકડાઉનને કારણે જો તમારો રોજગાર પ્રભાવિત થયો છે અને તમે તેને ફરીથી જીવંત એટલે કે ઉભો કરવા માંગો છો, તો કેન્દ્ર સરકાર તમને આમાં ભરપુર મદદ કરશે. સરકારે આ માટે ખાસ પીએમ સ્વનિધિ યોજના ની શરૂઆત કરી છે. જો કે, આ ખાસ યોજના નાના-મોટા વ્યવસાય કરનારાઓ માટે શરૂ કરવામાં આવી રહી છે જેથી તેનો લાભ જરૂરિયાત વ્યક્તિ લઈ શકે અને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધે.

Pintu Patel
Pintu Patel

કેન્દ્રની મોદી સરકાર આત્મનિર્ભર બનવા માટે 3 ટકા પર લોન આપી રહી છે. આ વિકટ પરિસ્થિતિ લોકડાઉનને કારણે જો તમારો રોજગાર પ્રભાવિત થયો છે અને તમે તેને ફરીથી જીવંત એટલે કે ઉભો કરવા માંગો છો, તો કેન્દ્ર સરકાર તમને આમાં ભરપુર મદદ કરશે. સરકારે આ માટે ખાસ પીએમ સ્વનિધિ યોજના ની શરૂઆત કરી છે. જો કે, આ ખાસ યોજના નાના-મોટા વ્યવસાય કરનારાઓ માટે શરૂ કરવામાં આવી રહી છે જેથી તેનો લાભ જરૂરિયાત વ્યક્તિ લઈ શકે અને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધે.

લોકડાઉન ના કારણે શેરી માં વ્યવસાય કરનાર પર પણ ખુબ અસર થઈ છે. જેથી શેરી વ્યવસાય વિક્રેતાને વિશેષ રાહત આપવા માટે સરકારે તેને પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના ((PM Street Vendor Aatmanirbhar Nidhi scheme) હેઠળ શરૂ કરી છે. આ પ્રકારે નાના મોટા વ્યવસાય કરનાર પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોકો સરળતાથી 10 હજાર રૂપિયાની લોન લઇ પગભર થઇ શકે છે.

આ અંતર્ગત લોન લેવા માટે વધારે પડતી ભાગદોડ કરવાની જરૂર નથી. તમે મોબાઇલ ફોન અથવા પીએમ સ્વનિધિ ની ઓફિશિયલ વેબ પોર્ટલ પર જઈને પણ અરજી/ આવેદન કરી શકો છો. આ સહાય માટે કોઈ ગેરંટી ની જરૂર નથી. પીએમ સ્વનિધિ યોજના માટે અરજી કરનારાઓને ખૂબ જ સરળ શરતો ની સાથે સરકાર એક વર્ષ માટે 10 હજાર રૂપિયાની લોન આપશે. એક વર્ષમાં લોન નો હપ્તો ચૂકવ્યા પછી સરકાર 7 ટકા સબસિડી આપશે. આ રીતે, જોવા જઇયે તો સરકાર તમને ફક્ત ત્રણ ટકાની લોન આપી રહી છે. રસ્તાઓ અને ખાસ કરીને શેરી વ્યવસાય વિક્રેતાઓ રોજિંદા વસ્તુઓનું વેચાણ કરનાર કોઈપણ વ્યક્તિ તેનો આસાની થી લાભ લઈ શકે છે. લોન લેવા માટે કોઈ પણ ગેરંટી ની જરૂર નથી.

લોન ભરપાઈ કરવામાં કોઈ સમસ્યા થાય તો દંડની જોગવાઈ પણ નથી. નાના મોટા વ્યવસાય કરનાર પીએમ સ્વનિધિ યોજના હેઠળ, સરળતાથી એક વર્ષ માટે 10 હજાર રૂપિયાની લોન લઈ શકે છે. કેન્દ્ર સરકારે આ માટે 5 હજાર કરોડની મંજૂરી આપી દીધી છે. આ યોજના ની હેઠળ આશરે 50 લાખ જરૂરિયાત લોકોને લાભ મળશે.

કોરોના સંક્રમણ દરમ્યાન લોકડાઉનને કારણે આર્થિક નુકસાન સહન કરનારાઓને વળતર આપવા માટે મોદી સરકારે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પીએમ સ્વનિધિ યોજના પણ તેમાંની એક યોજના છે. બજારમાં રોકડનો વ્યવહાર જાળવી રાખવા માટે સરકારે બેંકોને સામાન્ય વ્યાવસાયિકો, નાના અને મધ્યમ કારોબારી ને લોન આપવા માટે પણ નિર્દેશ જાહેર કર્યા છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More