કિસાનો માટે સારી તક છે, જેણે અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. આવા પાત્ર કિસાન 30 સપ્ટેમ્બર પહેલા પીએમ કિસાનમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લે તો તે 4000 રૂપિયા મેળવવાના હકદાર બની જશે. તેને સતત બે હપ્તા મળશે. જો તમારી અરજીનો સ્વીકાર કરી લેવામાં આવે તો ઓક્ટોબર કે નવેમ્બરમાં તમને 2000 રૂપિયા મળી જશે. ત્યારબાદ ડિસેમ્બરમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેન્ક એકાઉન્ટમાં આવી જશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જે ખેડૂત PM Kisan Samman Nidhi Yojana નો લાભ ઉઠાવવા માંગે છે તેમનું બેંકમાં ખાતુ ખોલાવેલ હોવુ જોઈએ
- તમારૂ બેન્ક એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જરૂરી છે.
- PM Kisan Samman Nidhi Yojana નો લાભ લેતા કિસાનોએ આધાર કાર્ડ આપવું ફરજીયાત છે. આધાર કાર્ડ ન આપવા પર આ સ્કીમનો લાભ મળતો નથી.
- સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર જઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો.
- તમે Farmer Corner ના વિકલ્પ પર જાવ અને જો આધાર કાર્ડ લિંક કરવાનું છે તો તે માટે Edit Aadhaar Detail ના ઓપ્શન પર ક્લિક કરી અપડેટ કરી શકો છો.
કોણ નહી લઈ શકે યોજનાનો લાભ ?
- પાછલા નાણાકીય વર્ષમાં આવકવેરાની ચુકવણી કરનાર કિસાન
- કેન્દ્ર કે રાજ્ય સરકારમાં અધિકારી તથા 10 હજારથી વધુ પેન્શન મેળવનાર કિસાન.
- ડોક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ, આર્કિટેક્ટ, વર્તમાન કે પૂર્વ મંત્રી, મેયર, જિલ્લા પંચાયત અધ્યક્ષ, ધારાસભ્ય, એમએલસી, લોકસભા અને રાજ્યસભા સાંસદ.
Share your comments