કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમની મધ્યપ્રદેશની એક દિવસની મુલાકાત દરમિયાન ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે 10 ઓગસ્ટે ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાંથી ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. હવે ગૃહ મંત્રી 18 સપ્ટેમ્બરે જબલપુરમાં ઉજ્જવલા યોજના -2 નું લોકાર્પણ કર્યુ છે. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાંથી પાંચ કરોડ મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય નક્કી કરાયું હતું.
રાંધણ ગેસનું મફતમાં વિતરણ કરાશે
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના -2 હેઠળ વહેંચવામાં આવનાર આ એક કરોડ એલપીજી કનેક્શન હેઠળ, ભરેલો સિલિન્ડર અને ચૂલો મફત આપવામાં આવશે. વર્ષ 2021-22 ના કેન્દ્રીય બજેટમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ એલપીજી કનેક્શન વધારવાની જોગવાઈ કરી છે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ gov.in પર ઉજ્જવલા યોજનાના ઓફિશિયલ પોર્ટલ પર જાઓ.
- ‘Apply For New Ujjwala 2.0 Connection’ પર ક્લિક કરો.
- તમને પેજ પર નીચે ત્રણ વિકલ્પો એટલે કે ગેસ કંપનીઓનો વિકલ્પ (ઇન્ડેન, ભારત પેટ્રોલિયમ અને એચપી) દેખાશે .
- તમારી સુવિધા મુજબ કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.
- માંગવામાં આવેલી માહિતી ભરો.
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ તમારા નામે એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- બીપીએલ રેશન કાર્ડ.
- પંચાયત પ્રમુખ દ્વારા અધિકૃત BPL પ્રમાણપત્ર.
- સબસિડીની રકમ મેળવવા માટે બેંકમાં સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે.
- ફોટો આઈડી કાર્ડ (આધાર કાર્ડ અથવા મતદાર આઈડી કાર્ડ).
Share your comments