સરકારે ખેડૂતોને મંડીની બહાર અને ખાનગી કંપનીઓને અનાજ વેચવાની મંજૂરી આપવા માટના બે વટહુકમ અમલમાં આવી ગયા છે. ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) ઓર્ડિનન્સ અને ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યુરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ ઓર્ડિનન્સને સરકારે ગયા મહિને મંજૂરી આપી હતી. સરકારે જારી કરેલા નોટિફિકેશન અનુસાર ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) ઓર્ડિનન્સ હેઠળ ખેડૂતો મંડીની બહાર પણ પોતાની પેદાશો વેચી શકશે.
હવે ખેડૂતો કોઇ પણ સ્થળે પોતાની પેદાશો વેચી શકશે. આ વટહુકમ હેઠળ ખેડૂતો ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પણ કરી શકશે. ખાનગી કંપનીઓ, ખેડૂત સંગઠનો અને કૃષિ સહકારી સોસાયટીઓ પણ આવા પ્લેટફોર્મની રચના કરી શકશે.જોગવાઈનો અમલ ન કરે તેને દંડ જો કે ઇ ટ્રેડિંગની જોગવાઇઓનો અમલ ન કરવા બદલ ૫૦,૦૦૦થી દસ લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવશે. ત્યારબાદ પણ જો તે નિયમોનો ભંગ કરવાનું ચાલુ રાખશે તો દરરોજ ૧૦,૦૦૦ રૃપિયાનો દંડ થશે. ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યુરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ ઓર્ડિનન્સ હેઠળ ખેડૂતો ઉત્પાદન પહેલા જ ખાનગી કંપનીએો સાથે અનાજનો ભાવ, ગુણવત્તા અને ડિલીવરીની શરતો નક્કી કરી શકશે.
Share your comments