છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી છે. પ્રતિ કિલોના રૂ.2 ના પરિવહન ખર્ચ સહિત ગાયના છાણ ખરીદીના દરમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતમાં આવી ગોબર બેંક બનાવવાની યોજના હતી પણ તે જોઈએ એટલી સફળ નથી. બાયોગેસ પુરતી તે યોજના ચાલે છે. હવે છત્તીશગઢમાં યોજના બની છે. નામ બદલી નાંખવામાં આવ્યું છે. રૂપાણી સરકારે હવે એક ગાયને રૂ.900ની સહાય વર્ષે આપવાની જાહેરાત માર્ચમાં કરી હતી. તે હવે પછી ચાલુ કરવામાં આવશે.
નરવા, ગરુવા, ઘુરુવા અને બારીને રોજગારલક્ષી ગામડા બનાવવા માટે ‘ગોધન ન્યાય યોજના’ હરેલી ઉત્સવથી શરૂ કરવામાં આવશે. 53૦૦ ગોઠાને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 2,40૦ ગ્રામીણ વિસ્તારોમાં અને 377 શહેરી વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે જ્યાંથી યોજના શરૂ કરવામાં આવશે. ગોઠાન દ્વારા સજીવ ખેતી કરાશે. ગામમાં પશુપાલકો પાસેથી ગાયના છાણ ખરીદશે. વર્મી ખાતર સહકારી સંસ્થાઓ દ્વારા ખેડુતોને અગ્રતા ધોરણે કિલો દીઠ આઠ રૂપિયાના દરે વેચવામાં આવે છે.
યોજના સફળ થાય તેમ નથી
એક પશુ દીઠ રોજ 10થી 15 કિલો છાણ મળે છે. છત્તીશગઢના 1 કરોડ પશુમાંથી રોજ 10-15 કરોડ કિલો છાણ મળી શકે છે. તેથી સરકારે રોજ 20થી 30 કરોડ આપવા પડે. આમ યોજનાની સફળતા બાબતે ઘણી શંકાઓ સેવાઈ રહી છે.
Share your comments