પીએમ કુસુમ યોજના પણ આવો જ એક પ્રયાસ છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને સોલર પંપ પર સબસિડી આપવામાં આવે છે.
60 ટકા સુધી સબસિડી
પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડુતોને સોલર પંપ લાવવા પર 60 ટકા સુધીની સબસિડી આપી રહી છે. આ સિવાય ખેડૂતોને સોલર પંપ લગાવવા માટે વધારે મહેનત ન કરવી પડે તેના માટે સરકાર 30 ટકા સુધીની લોન પણ આપી રહી છે. ખેડૂતોએ આ માટે માત્ર 10 ટકા જ રૂપિયા જ ખર્ચવા પડે છે.
ખેડુતોને આ યોજનાથી ઘણો ફાયદો થયો છો. ખેડૂતોની સિંચાઈની સમસ્યા ઘણી હદે ઘટી ગઈ છે. જેના કારણે પાકની ઉપજમાં ચોક્કસપણે વધારો થયો છે.
આ પણ વાંચો:હવે ખેડૂતોને મળશે 90 કૃષિ મશીન પર 40 થી 80 ટકા સબસિડી, જાણો સંપૂર્ણ માહિતી
વીજળી વેચીને નફો કમાય ખેડૂતો
સોલાર પંપનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ ઉપરાંત વીજળી ઉત્પન્ન કરવા માટે પણ થઈ શકે છે. જો તમારી પાસે 4 થી 5 એકર જમીન છે તો તમે એક વર્ષમાં લગભગ 15 લાખ પાવર યુનિટ જનરેટ કરશો. વીજળી વિભાગ દ્વારા તેને લગભગ 3 રૂપિયા 7 પૈસાના ટેરિફ પર ખરીદવાથી, તમે સરળતાથી વાર્ષિક 45 લાખ સુધીની આવક મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે સોલર પંપ પ્લાન્ટ લગાવવા માટે ખેડૂતોને સરકાર તરફથી 17.50 લાખ સુધીનું ફંડ આપવામાં આવે છે.
ક્યાં કરવી અરજી?
રસ ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઇટ mnre.gov.in પર અરજી કરી શકે છે. તમે કિસાન પીએમ કુસુમ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો:પોલીહાઉસ અને ખેતરમાં ફેન્સીંગ માટે ઘરે બેસીને અરજી કરી શકશે ખેડૂતો
Share your comments