Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

પ્રધાનમંત્રી કુસુમ યોજના

પ્રધાનમંત્રી કુસુમ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન યોજનાની જાહેરાત ભારત સરકાર દ્વારા સામાન્ય બજેટ ૨૦૧૮ - ૨૦૧૯ માં કરવામાં આવી હતી. દેશના વિવિધ ભાગોમાં સિંચાઈની સુવિધા પછી પણ વીજ કાપને કારણે ખેતરો સુકાઈ જાય છે, આવી સ્થિતિમાં આ યોજના બેવડી સમસ્યાઓનું સમાધાન સાબિત થશે. આ યોજનાનો ઉદ્દેશ્ય વીજળી અને સિંચાઈ સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને રાહત આપવાનો છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
pm kusum yojana
pm kusum yojana

કુસુમ યોજનાનુ પૂરું નામ

કુસુમ યોજના – કિસાન (ખેડૂત) ઉર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન યોજના

પ્રધાનમંત્રી કુસુમ યોજના શું છે?

પ્રધાનમંત્રી કુસુમ યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન યોજનાની જાહેરાત ભારત સરકાર દ્વારા સામાન્ય બજેટ ૨૦૧૮ - ૨૦૧૯ માં કરવામાં આવી હતી. દેશના વિવિધ ભાગોમાં સિંચાઈની સુવિધા પછી પણ વીજ કાપને કારણે ખેતરો સુકાઈ જાય છે, આવી સ્થિતિમાં આ યોજના બેવડી સમસ્યાઓનું સમાધાન સાબિત થશે. આ યોજનાનો ઉદ્દેશ્ય વીજળી અને સિંચાઈ સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને રાહત આપવાનો છે.

ખેડૂતોને સિંચાઈના કામોમાં આત્મનિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી કુસુમ યોજના ૨૦૨૧ (કિસાન ઉર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન) શરૂ કરવામાં આવી છે. આ યોજના ખેડૂતોની સિંચાઈની સમસ્યા તો દૂર કરશે જ પરંતુ આવક વધારવા માટે પણ એક વિકલ્પ સાબિત થશે.

વીજ સંકટનો સામનો કરી રહેલા વિસ્તારોને ધ્યાનમાં રાખીને, આ યોજના સમગ્ર દેશમાં સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા તમામ પમ્પો ને સૌર ઉર્જાથી ચલાવવા માટે શરૂ કરવામાં આવી છે. આનાથી ખેડૂતનો વીજ ખર્ચ પણ બચશે અને વીજળીથી પંપ ચલાવતા ખેડૂતોને પણ થોડી રાહત મળશે, સાથે જ પાકનું સિંચાઈ પણ સમયસર શક્ય બનશે. કુસુમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી સબસીડી પર ખેડૂતોને સોલાર એગ્રીકલ્ચર પંપ આપવામાં આવી રહ્યા છે.યોજના અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદોને ઓછા ભાવે સોલાર પંપ આપવામાં આવશે. જેથી કરીને ગરીબ અને નાના ખેડૂતોને તેનો લાભ મળી શકે.

દેશના એવા વિસ્તારો કે જ્યાં આજે પણ વરસાદના અભાવે ખેડૂતોના પાકને સિંચાઈ મળતી નથી અને સિંચાઈના અભાવે ખેડૂતોનો પાક બગડે છે, કુસુમ યોજના તે તમામ ખેડૂતો માટે જીવનરક્ષક તરીકે કામ કરશે.

યોજનાનું નામ

પ્રધાનમંત્રી કુસુમ યોજના

લાભાર્થી

ભારત દેશના રહેવાસી

લાભ

સૌર ઉપકરણો પ્રદાન કરે છે

સબસિડી

૯૦ % (૬૦% + ૩૦%)

આ યોજના હેઠળ હાલના કૃષિ પંપોને સોલાર પાવર પંપમાં રૂપાંતરિત કરવામાં આવશે, ખેડૂતોને નવા સોલાર પંપ આપવામાં આવશે. પ્રધાનમંત્રી કુસુમ યોજના ૨૦૨૧ હેઠળ, ૭.૫ હોર્સ પાવર સુધીના લોડ ધરાવતા ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમની જમીન પર સોલાર પેનલ લગાવીને ખેડૂતો તેમાંથી પેદા થતી વીજળીનો ઉપયોગ સિંચાઈ પંપ ચલાવવા અને અન્ય ખેતીના કામો માટે કરી શકે છે. આ ઉપરાંત, બાકી રહેલી વધારાની વીજળી (વીજળી ખર્ચ સિવાય) નું ઉત્પાદન થશે તો ખેડૂત તે વીજળી ગ્રીડને પણ વેચી શકે છે, આનાથી તેમને વધારાની આવક મળશે, આનાથી માત્ર ખેડૂતને ફાયદો થશે એટલું જ નહીં, દેશના એવા ગામડાઓમાં વધારાની વીજળી પણ ઉપલબ્ધ થશે જ્યાં વીજળીની ભારે સમસ્યા છે.

આ યોજના હેઠળ સૌ પ્રથમ એવા ખેડૂતોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે જેમના સિંચાઈ પંપ હજુ પણ ડીઝલ પર ચાલી રહ્યા છે, તેનાથી ડીઝલનો વપરાશ ઘટશે જેથી કરીને ખેતીનો ખર્ચ પણ ઘટશે અને તે માટે અંદાજીત ખર્ચ ૧.૪૦ લાખ કરોડ (૪૮+૪૮+૪૫ હજાર કરોડ) થશે. યોજનાના કુલ ખર્ચમાં કેન્દ્ર સરકાર ૪૮૦૦૦ કરોડ રૂપિયા અને રાજ્ય સરકાર ૪૮૦૦૦ કરોડ રૂપિયા આપશે, આ ઉપરાંત નાબાર્ડ સ્થાનિક બેંકો દ્વારા કૃષિ ગ્રાહકોને લોન સ્વરૂપે લગભગ ૪૫૦૦૦ કરોડ રૂપિયાનું ધિરાણ કરશે. આ રીતે, કુલ રકમના ૯૦ ટકાની વ્યવસ્થા કરવામાં આવશે અને બાકીની ૧૦ ટકા રકમ ખેડૂતે ખર્ચવાની રહેશે.

pm kusum yojana
pm kusum yojana

મહત્વપૂર્ણ માહિતી - (PM-KUSUM)

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સબસિડી તરીકે આપવામાં આવતી ૬૦ % રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ખેડૂતોને બેંકમાંથી જે લોન મળશે તે રકમ ગ્રીડમાં સોલાર એનર્જી વેચીને જે આવક થશે તેમાંથી ખેડૂત ચૂકવશે. લોનનો સમયગાળો મહત્તમ ૭  વર્ષનો રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી ખેડૂતોને ૩.૫ કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે ૧૦ % સબસિડી મળતી હતી, ખેડૂતે પોતાના ખિસ્સામાંથી લગભગ ૨.૫ લાખ રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ આ યોજના હેઠળ, હવે ૩.૫ કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે ખેડૂતોને માત્ર ૪૦૦૦૦ હજાર રૂપિયા ચૂકવવા પડશે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ, સોલાર પેનલ લગાવવાથી એવા ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જેમની જમીન વેરાન છે અને ખેતી માટે યોગ્ય નથી, તે જગ્યાએ સોલાર પેનલ લગાવીને, ખેડૂતો વીજળીને સોલાર ગ્રીડને વેચીને અથવા ભાડે વીજળી સપ્લાય કરીને કમાણી કરી શકે છે. આ યોજના હેઠળ, જો કોઈ ડેવલપર ખેડૂતની જમીન પર સોલાર પેનલ લગાવવા માંગે છે, તો તે ડેવલપર ખેડૂતને યુનિટ દીઠ ૩૦ પૈસાના દરે ભાડું ચૂકવવું પડશે. આના દ્વારા ખેડૂતને દર મહિને ૬૬૦૦ રૂપિયા એટલે કે વર્ષ માટે ૮૦૦૦૦ હજાર રૂપિયાની આવક થશે અને જમીનની માલિકી ખેડૂત પાસે રહેશે, જમીન પર સોલાર પેનલ લગાવ્યા પછી પણ ખેડૂત જમીન પર નાની ખેતી કરી શકશે.

પ્રધાનમંત્રી કુસુમ યોજનાના હેતુઓ

            જે વિસ્તારોમાં વીજળીની ગ્રીડ નથી ત્યાં કુસુમ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ખેડૂતોને ૧૭ .૫ લાખ સોલાર પંપ સેટ આપવામાં આવશે અને જ્યાં વીજળીની ગ્રીડ છે તેવા ખેડૂતોને ૧૦ લાખ પંપ આપવાનું આયોજન છે, આ રીતે, પ્રથમ તબક્કામાં દેશભરમાં ૨૭.૫ લાખ સોલાર પેનલો લગાવવામા આવશે. યોજનાના આગામી તબક્કામાં ખેડૂતોના ખેતરો અને ઘાસના મેદાનો પર સોલાર પેનલ લગાવવાની યોજના છે અને ખેડૂતોની વેરાન જમીન પર ૧૦ મેગાવોટ સુધીના સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપિત કરવામાં આવશે.

કુસુમ યોજના દ્વારા, સરકાર દેશમાં ૩ કરોડ સિંચાઈ પંપ સૌર ઉર્જાથી ચલાવવાનું આયોજન કરી રહી છે અને સરકારનું કહેવું છે કે જો દેશના તમામ સિંચાઈ પંપ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીની બચત થશે સાથે જ સોલાર પેનલથી ૨૮ મેગાવોટ વધારાની વીજળી પણ ઉત્પન્ન થશે, આ રીતે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવશે અને સાથે જ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે પાત્રતા

  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત હોવો જોઈએ. પરંતુ હવે આ યોજના બધા માટે અમલી કરવામાં આવી છે.
  • અરજદાર પાસે બેંક પાસબુક હોવી જોઈએ જેથી કરીને સબસિડી ખેડૂતના ખાતામાં મોકલી શકાય.
  • જમીનના કાગળો હોવા જોઈએ જેથી કરીને જાણી શકાય કે અરજદાર પાસે કેટલી જમીન છે અને તે જમીન પર કેટલા સૌર ઉર્જા ઉપકરણો લગાવી શકાય છે.

પીએમ કુસુમ યોજના માટેના દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • આવક પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • સરનામાનો પુરાવો દસ્તાવેજ (આધાર કાર્ડ/મતદાર કાર્ડ/રહેઠાણનું પ્રમાણપત્ર)

No tags to search

કુસુમ યોજનાના ફાયદા

આ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને ઘણો ફાયદો થશે અને ડીઝલનો વપરાશ પણ ઓછો થશે જેમ કે,

  • ભારતના તમામ રાજ્યોના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • સૌર ઉર્જાનાં સાધનો લગાવવા માટે ખેડૂતોએ માત્ર 10% પૈસા ચૂકવવાના રહેશે, બાકીના 90% સરકાર ચૂકવશે.
  • ૬૦ % સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે અને ૩૦ % બેંક દ્વારા લોન સ્વરૂપે આપવામાં આવશે. (૬૦% + ૩૦%, કુલ = ૯૦%)
  • કેન્દ્ર સરકાર સબસિડી તરીકે 60% રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે.
  • આ યોજના દ્વારા વેરાન જમીનનો પણ ઉપયોગ કરવામાં આવશે કારણ કે જે જમીનમાં ખેતી ન થઈ હોય કે જે વેરાન જમીન હોય તો સોલાર સિસ્ટમ લગાવીને વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે અને ગ્રીડ સિસ્ટમ દ્વારા વીજળી વેચીને કમાણી કરી શકાય છે.
  • આ યોજના સૌર ઊર્જાને મહત્તમ વેગ આપશે. અને લોકો વધુને વધુ સૌર ઉર્જાનો ઉપયોગ કરશે, જેનાથી વીજળીનો વપરાશ પણ ઘટશે.

પીએમ કુસુમ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

પીએમ કુસુમ યોજના રજીસ્ટ્રેશન - જો તમે પણ તમારી જમીન પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માંગો છો અને બાકીની વીજળી વેચીને પૈસા કમાવવા માંગો છો, તો તમે સૌર ઊર્જા ઉપકરણ માટે અરજી કરી શકો છો, જેના માટે તમારે નવીનીકરણીય ઉર્જા મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. અરજદારે http://mnre.gov.in/ વેબસાઇટની મુલાકાત લીધા પછી, કુસુમ યોજના વિશેની તમામ માહિતી મેળવી શકો છો.

જો તમે વિચારી રહ્યા છો કે આ યોજના કયા રાજ્ય માટે છે, તો તમને જણાવી દઈએ કે પીએમ કુસુમ યોજના ૨૦૨૧ દેશના તમામ રાજ્યોના લોકો માટે છે. દરેક વ્યક્તિ આ માટે અરજી કરી શકે છે, પછી તે ગરીબ હોય, ખેડૂત હોય કે અમીર ખેડૂત, બધા પીએમ કુસુમ યોજનાનો લાભ લઈ શકે છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના ૨૦૨૧ લાગુ કરવા માટે, ઓનલાઈન પ્રક્રિયા હજુ સુધી લાગુ કરવામાં આવી નથી, આ માટે તમે ઓફલાઈન દ્વારા અરજી કરી શકો છો.

જો તમે કુસુમ યોજનામાં અરજી કરવા માંગતા હો, તો તમે તમારા જિલ્લાના વિજળી વિભાગની મુલાકાત લઈને સંપર્ક કરી શકો છો અથવા નીચે આપેલ હેલ્પલાઈન નંબર પર કોલ કરીને અરજી કરી શકો છો, કુસુમ યોજના હેલ્પલાઈન નંબર તમને આપવામાં આવ્યો છે.

કુસુમ યોજના હેલ્પલાઇન નંબર

પ્રધાનમંત્રી કુસુમ યોજના વિશેની તમામ માહિતી માટે હેલ્પલાઇન નંબર પર કૉલ કરો.

  • ( 1800-180-3333
  • ( 011-2436-07 07
  • ( 011-2436-0404

આ પણ વાંચો:હવે ખેડૂતોને મળશે 90 કૃષિ મશીન પર 40 થી 80 ટકા સબસિડી, જાણો સંપૂર્ણ માહિતી

ઉર્વશી આર. પટેલ ,ગૌરવ એ. ગઢિયા,   

રિન્યુએબલ એનર્જી એન્જીન્યરીંગ વિભાગ , કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ ,

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી , જૂનાગઢ

*E-mail: gauravgadhiya95@gmail.com

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More