દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતને ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને સરકાર તરફથી રૂ. 900ની સહાય આપવામાં આવશે
સરકારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેનો ઉદ્દેશ ખેતી ખર્ચમાં ઘટાડો કરવો અને ઉત્પાદન વધારવાનો છે. આ અંતર્ગત ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂ. 900 (રૂ. 10,800ની વાર્ષિક મર્યાદા)માં સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ આઈડેન્ટીફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતા તથા ખેડૂતે ધારણ કરેલ જમીન પૈકી ઓછામાં ઓછી એક એકર( 40 ગુંઠા) જમીનમાં છાણ, ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મેળવી શકશે. આ યોજના હેઠળ એક ખાતા( નમૂના નં- 8 અ મુજબ) દીઠ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોવી જોઈશે.
આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ખેડૂતે તા- 30- 09-2021 થી 19-10-2021 દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ મેળવી તેની પર સહી- અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે – 8-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક અને બેન્ક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક સામેલ કરી સાત(7) દિવસમાં ગ્રામસેવક/ બીટીએમ એટીએમ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માની કચેરી, વિસત પેટ્રોલ પંપ, સાબરમતી, અમદાવાદ ખાતે રજૂ કરવાની રહેશે. અગાઉના વર્ષમાં સદરહુ યોજનાનો લાભ લઈ ચૂકેલા લાભાર્થી ખેડૂતે અરજી કરવાની રહેશે નહીં.
આ પણ વાંચો - પશુપાલનનો વ્યવસાય કરનાર માટે સારા સમાચાર,મળી શકે છે 2 થી પાંચ લાખ રૂપિયાનો પુરષ્કાર આ રીતે કરો અરજી
Share your comments